સનાતન સંગીતનું વૈશ્વિક ગૌરવ: ડૉ. કૃપેશ ઠક્કર નું સંસ્કૃત આલ્બમ અને ફિલ્મનું ગીત ગ્રેમી અવોર્ડ્સ 2026 ની રેસમાં
સનાતન ધર્મ, વેદમંત્રો, તેમજ ક્લાસિકલ અને વૈશ્વિક સંગીતના ફ્યુઝનથી રચાયેલ મ્યુઝિક થેરપી આલ્બમની સફળ યાત્રા
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા કૃપ મ્યુઝિક અંતર્ગત રિલીઝ થયેલુ ડૉ. કૃપેશ ઠક્કર અને પર્વ ફ્યુઝન બેન્ડ નું “સાઉન્ડ્સ ઓફ સનાતન: વોલ્યૂમ ૧” સંસ્કૃત આલ્બમ અને “રેઝોનન્ટ રોર ઓફ હનુમાન” ગીત હવે વૈશ્વિક સંગીત જગતમાં ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. ગ્રેમી અવોર્ડ્સ 2026 માટે ૪ અલગ અલગ કેટેગરીમાં તેમના કાર્યને કન્સીડરેશન મળ્યું છે, જે કચ્છ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ છે.
આ ઉપરાંત તેમની બાળ કલાકાર પર્વ ઠક્કર ના જીવન પર ભગવદ ગીતા આધારિત લોકજાગૃતિની ફિલ્મ “મૈં ભી અર્જુન: પર્વ” ફિલ્મના ગીત ‘રેઝોનન્ટ રોર ઓફ હનુમાન’ નું ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ’ કેટેગરીમાં કન્ડીરેશન થયેલ છે. આમ ચાર વિવિધ કેટેગરીમાં કન્ડીરેશન પામેલ આ પ્રથમ સનાતન સંસ્કૃત આલ્બમ અને ગીત બન્યું છે.

ગ્રેમી અવોર્ડ્સ વિશ્વભરના સંગીત ક્ષેત્રનો સૌથી મોટો ખિતાબ છે. જેના ત્રણ તબ્બકાઓ હોય છે: કન્ડીરેશન, નોમિનેશન અને વિજેતાની પસંદગી. ત્યારે હાલ આ આલ્બમ અને ગીત એ પ્રથમ તબ્બકો પાર કર્યો છે અને તેનું કન્ડીરેશન ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ’, ‘બેસ્ટ આલ્બમ કવર’ તેમજ ‘બેસ્ટ એન્જિનિયર્ડ આલ્બમ, નોન ક્લાસિકલ’ કેટેગરીમાં કરવામાં આવ્યું છે.
આ આલ્બમ ગીતકાર, સંગીતકાર, ગાયક અને રેકોર્ડીંગ એંજીનિયર ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા તૈયાર થયેલ છે. તેમની સાથે યુવા કલાકાર વાચા ઠક્કર અને વિશ્વના યંગેસ્ટ સિંગરનો રેકોર્ડ ધરાવનાર પર્વ ઠક્કર એ કંઠ આપ્યો છે. આલ્બમના રેકોર્ડીંગનું કાર્ય કચ્છ સ્થિત કૃપ મ્યુઝિક સ્ટુડિયોમાં પર્વ ફ્યુઝન બેન્ડ અને ધ કૃપ બેન્ડ દ્વારા થયું છે. રેકોર્ડિંગ અને પ્રોડક્શનના પાયા રૂપે ડૉ. પૂજા ઠક્કરનું અમૂલ્ય યોગદાન છે, જેમણે આયુર્વેદ અને મ્યુઝિક થેરપીના સંયોજનથી આલ્બમને ઉપચારાત્મક અભિગમ આપ્યો છે. ગુજરાતના આ ડોક્ટર દંપતી અને તેમના બે બાળકો એમ ચાર કલાકારો દ્વારા રચિત પર્વ ફ્યુઝન બેન્ડ એ ભારતના પ્રથમ ફેમિલી ફ્યુઝન બેન્ડ તરીકે જાણીતું છે.
આ આલ્બમમાં ૭ ગીતો છે:
- (૧) સેક્રેડ સાઉન્ડસ ઓફ ગણેશ (Sacred Sounds of Ganesha) – વિઘ્નહર્તા ગણેશજીના પવિત્ર ‘ગણેશ ગાયત્રી મંત્ર’ અને થેરપી સંગીતના સંગમથી રચાયેલ શાંતિદાયક સ્તોત્ર.
- (૨) રેઝોનન્ટ રોર ઓફ હનુમાન (Resonant Roar of Hanuman ) – પરાક્રમ અને બળના દેવ બજરંગબલીના ‘હનુમાન મંત્ર” સાથે મનને જાગૃત કરતું ગીત.
- (૩) ગ્લોરિયસ ચેન્ટસ ઓફ જલારામ (Glorious Chants of Jalaram ) – સેવા અને ભક્તિના પ્રતિક જલારામ બાપાને અર્પિત આધ્યાત્મિક ‘જલારામ ધૂન’.
- (૪) મિસ્ટિકલ મંત્ર ઓફ ગણપતિ (Mystical Mantra of Ganpati ) – ‘વક્રતુંડ મહાકાય’ ગણપતિ મંત્રના સ્વરો દ્વારા આત્મચેતના જગાવતું ગીત.
- (૫) પાવરફૂલ ઈકોસ્ ઓફ રામ (Powerful Echoes of Ram) – ભગવાન રામના ધર્મ, કર્તવ્ય અને શૌર્યને પ્રતિબિંબિત કરતી ‘રામ ધૂન’.
- (૬) ડિવાઇન વાઇબ્રેશન્સ ઓફ ક્રિષ્ના (Divine Vibrations of Krishna) – શ્રીકૃષ્ણના પ્રેમ અને કરુણાભાવના મંત્રો સાથે મનને આનંદિત કરતું ‘ગોવિંદ બોલો હરિ’ ગીત.
- (૭) નિર્વાના બ્લિસ ઓફ શિવ (Nirvana Bliss of Shiva) – મહાદેવના ‘ઓમ મંત્ર’ ની ધ્યાનાત્મક રચના, જે ચક્ર સંતુલન અને આધ્યાત્મિક શાંતિ આપે છે.
આ સાતેય ગીતો સનાતન ધર્મના સિદ્ધાંતો, ભારતીય વેદમંત્રો, ક્લાસિકલ રાગો અને વૈશ્વિક સંગીતના તાલમેળથી રચાયેલા છે, જે ચક્ર સંતુલન, માનસિક શાંતિ અને ભક્તિભાવ જગાવે છે. આ ૭ મંત્રો ડૉ. પૂજા ઠક્કર, ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. શશિકાંત ઠક્કર દ્વારા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા “મ્યુઝિક થેરપી ફોર ઓલ” વૈશ્વિક લોકજાગૃતિ અભિયાનનો અગત્યનો હિસ્સો છે. સંગીત દ્વારા માનસિક તણાવ, ડિપ્રેશન અને નકારાત્મક ઉર્જાના ઉપચાર માટે આ આલ્બમ સમગ્ર સમાજને નિ:શુલ્ક ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યું છે. તે સાથે, ક્લબફૂટ એમ્બેસેડર પર્વ ઠક્કર અને વાચા ઠક્કર દ્વારા આ ગીતો “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” અભિયાન અંતર્ગત ક્લબફૂટથી અસરગ્રસ્ત બાળકો અને પરિવારજનોને સમર્પિત છે,
આ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આ ગ્રેમી કન્ડીરેશન એ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સનાતન ધર્મની શક્તિ, સંસ્કૃત ભાષાની ગરિમા અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસારનું પ્રતીક છે. ‘સાઉન્ડ્સ ઓફ સનાતન: વોલ્યૂમ ૧’ એ એવી સંગીત યાત્રા છે, જે મંત્રોના નાદ અને ભક્તિના સંદેશ દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન આપે છે. અમારું ધ્યેય છે કે સંગીત દ્વારા દરેક વ્યક્તિ અર્જુન બની જીવનની સમસ્યાઓ સામે જીત મેળવે.”
તો ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “કચ્છ, ગુજરાત અને ભારતનું ગ્રેમી અવોર્ડ્સ 2026 માં પ્રતિનિધિત્વ કરવાનો અને સનાતન ધર્મ તથા સંસ્કૃત ભાષાની સેવા કરવાનો જે અવસર મળ્યો છે તેનો અમને ખૂબ આનંદ છે. આવનાર વર્ષમાં કૃપ મ્યુઝિક આવા વધુ આલ્બમો થકી ગુજરાત તેમજ ભારતના અન્ય કલાકારોને વૈશ્વિક ફલક પર લઈ જવા કટિબદ્ધ છે.” આ ડોક્ટર દંપતી તેમના ‘સૂર ગુજરાત કે’, ‘સૂર હિન્દુસ્તાન કે’ અને ‘ધ મેજિકલ મ્યુઝિશિયન’ જેવા સંગીતના ટેલેન્ટ શો થકી આવતા વર્ષના ગ્રેમી અવોર્ડ્સ માટે નવા કલાકારોની શોધ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. કૃપેશ ઠક્કર ગીતકાર, સંગીતકાર તેમજ ગાયક તરીકે ગુજરાતી ફિલ્મ જગતમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય છે અને તેમની સંસ્થા કૃપ મ્યુઝિક થકી તેમણે ઘણી જાણીતી ગુજરાતી ફિલ્મોના તેમજ નવા કલાકારોના ગીતોને વિશ્વભરમાં ગુંજતા કર્યા છે.