વિશ્વ સંસ્કૃત દિવસ | જાણો સંસ્કૃત ભાષાનો ઇતિહાસ તથા તેનું મહત્વ | World Sanskrit Day Date | Significance, Importance and History of Sanskrit
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
સંસ્કૃત દિવસ એ ભારતના પ્રાચીન અને પાવન ભાષા સંસ્કૃતને સમર્પિત દિવસ છે. તો આજે પર્વની પાઠશાળામાં આપણે વિશ્વ સંસ્કૃત દિવસ વિશે જાણશુ રોચક વાતો. આ દિવસ સંસ્કૃત ભાષાની ઉજવણી માટે તેમજ તેનો જ્ઞાનવિસ્તાર અને સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. સંસ્કૃત ભારતની સાંસ્કૃતિક, ધાર્મિક અને શાસ્ત્રીય વારસાની આધારશિલા છે.

વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવાય છે?
સંસ્કૃત દિવસ “શ્રાવણ પૂર્ણિમા”ના દિવસે ઉજવવામાં આવે છે. 1950 પછી ભારતના નવા બંધારણમાં સંસ્કૃતને ભારતની શેડ્યુલ્ડ ભાષાઓમાં સ્થાન મળ્યું. 1969થી સંસ્કૃત દિવસની ઔપચારિક ઉજવણી શરૂ થઈ. સંસ્કૃતનો શૈક્ષણિક અભ્યાસ કક્ષાઓ 6 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પણ મૂકવામાં આવ્યો.
સંસ્કૃત – દેવવાણી
સંસ્કૃતને ‘દેવવાણી’ એટલે કે દેવોની ભાષા તરીકે માનવામાં આવે છે. માન્યતા છે કે સંસ્કૃત ભાષા બ્રહ્માજીએ સર્જી હતી અને પ્રથમ વાર તેનું જ્ઞાન ૠષિઓને આપ્યું. આથી તે આપોઆપ પ્રગટ થયેલી દૈવી ભાષા છે. તેથી અપૌરુષેય ધરોહર તરીકે પણ તેનું મહત્વ છે. વિશ્વની અન્ય ભાષાઓ માનવ સર્જિત છે અને વત્તા-ઓછા અંશે સંસ્કૃત ભાષા પરથી જ પ્રેરિત છે. આપણી ઋચાઓ, ઉપનિષદો, પુરાણો, મહાભારત, રામાયણ, યોગશાસ્ત્રો, આયુર્વેદ અને અન્ય ગ્રંથો સંસ્કૃતમાં રચાયેલા છે. આ ભાષામાં ઉચ્ચારણશુદ્ધિ, વ્યાકરણની દૃઢતા અને અર્થઘટનની સ્પષ્ટતા છે.
મહર્ષિ પાણિનીએ વિ.સ. પૂર્વે 4ઠ્ઠી સદીમાં “અષ્ટાધ્યાયી” નામનું વ્યાકરણ રચ્યું, જેમાં સંસ્કૃતના ધ્વનિઓ, રૂપો અને નિયમોનું સંપૂર્ણ વિજ્ઞાન જણાવાયું. પાણિનીના કાર્ય પછીના સમયની સંસ્કૃતને લૌકિક સંસ્કૃત કહે છે. આ સમયગાળામાં રામાયણ (મહર્ષિ વાલ્મીકી), મહાભારત (વેદવ્યાસ), પુરાણો, નાટકો (કાલિદાસ) વગેરેનું સર્જન થયું.
શરૂઆતમાં સંસ્કૃત માત્ર મૌખિક રીતે ગુરુ શિષ્ય પદ્ધતિથી ભણાવાતી હતી. ગુરુકુળ પદ્ધતિ દ્વારા ઋષિ-મુનિઓ શિષ્યોને સંસ્કૃત શીખવતા.પછી લિપીમાં લખવાની શરૂઆત બ્રાહ્મી અને નાગરી લિપી દ્વારા થઈ. ધર્મ, શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારો, આયુર્વેદ અને કાવ્ય સહીત અનેક ક્ષેત્રે તેનું દસ્તાવેજીકરણ થતું ગયું.
સંસ્કૃત શબ્દનો અર્થ
“સંસ્કૃત“ શબ્દ સંસ્કૃત ભાષાના જ ધાતુઓ પરથી બન્યો છે. સં + કૃત = संस्कृत
અહીં: “સં“ એટલે સાથે, સંપૂર્ણ રીતે, સારી રીતે અને “કૃત“ એટલે કરેલું, રચેલું, બનાવેલું. આમ “સંસ્કૃત“નો અર્થ થાય છે: “સુંદર રીતે રચાયેલ“, “સુશોભિત“, “સંવર્ધિત” અથવા “શુદ્ધ થયેલ ભાષા“.
વેદો અને ભગવદ ગીતામાં શું કેહવામાં આવ્યું છે?
વેદોમાં સંસ્કૃત વાણી માટે કહેવામાં આવ્યું છે:
“वाङ्मे मनसि प्रतिष्ठिता।
मनो मे वाचि प्रतिष्ठितम्।”
(ૠગ્વેદ 10.191.4)
આ શ્લોક દર્શાવે છે કે આપણા મન અને વાણી વચ્ચેનું સંતુલન આત્મિક શાંતિ અને જ્ઞાન માટે આવશ્યક છે — અને એ સંતુલન સંસ્કૃત પઠન દ્વારા પ્રાપ્ત થાય છે.
ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ મનના મહાત્મ્ય વિશે સ્પષ્ટપણે કહે છે:
“उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः॥“
(ભાગवत ગીતાઃ 6.5)
અહીં મનશક્તિનું તત્વ છે. મન જાતે જ મિત્ર છે અને જાતે જ શત્રુ. સંસ્કૃતના શ્લોકો, મંત્રો અને અભ્યાસ દ્વારા મનને વશ કરવામાં સરળતા થાય છે. સંસ્કૃતનું છંદબદ્ધ પઠન મનને એકાગ્ર કરે છે, ધ્વનિતરંગો દ્વારા મન-મેળ ઉત્પન્ન થાય છે અને ધ્યેય તરફ આગળ વધવા માટે આંતરિક શક્તિ પ્રગટે છે.
આ રીતે, સંસ્કૃત માત્ર શિર્ષક ભાષા નથી, પરંતુ તે આત્માને ઉન્નત કરનારી સાધના છે, મનને શાંત કરનારો મંત્ર છે અને ભક્તિને જ્ઞાનમય બનાવતી દેવીવાણી છે.
“वेदैश्च सर्वैरहमेव वेद्यः।“ (ભ.ગી. 15.15) સર્વ વેદો વડે હું જ જાણવામાં આવું છું — અર્થાત્ સંસ્કૃત એ પણ પરમાત્માનું જ ઉદ્ગમ સાધન છે.
સંસ્કૃત એક એવો આધ્યાત્મિક ખજાનો ધરાવતી ભાષા છે, જે ન જેણે જન્મ્યું, ન કદી નાશ પામશે. તે કાળાતીત છે – સમયને અનુસરી નથી, પણ સમયને રચે છે.
સંસ્કૃતનો મગજ પર થતો પ્રભાવ માત્ર આધ્યાત્મિક કે સાહિત્યિકની સાથે સાથે, તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલો છે.
સંસ્કૃતનો મગજ પર થતો પ્રભાવ
ભારતની NIH અને IIT Delhi ના 2020માં થયેલ સંશોધન અનુસાર: સંસ્કૃતના શ્લોકોના નિયમિત પાઠનથી સ્નાયુ તંત્ર (nervous system) વધારે સક્રિય થાય છે. બાળકોમાં યાદશક્તિ 11% સુધી વધતી જોવા મળી. “Working Memory” વધુ મજબૂત બને છે.

JNU, Delhi – Cognitive Neuroscience Dept. EEG (મગજની તરંગોની ચકાસણી) દ્વારા દર્શાવાયું કે: સંસ્કૃતના ઉચ્ચારણ વખતે Theta અને Alpha Brain Waves વધુ થાય છે. આ તરંગો ધ્યાન અને શાંતિ માટે જવાબદાર છે. સંસ્કૃતના પાઠન વખતે મગજની “prefrontal cortex” વધુ સક્રિય થાય છે – જે યોજના, એકાગ્રતા અને વિવેક માટે જવાબદાર છે. UNESCO દ્વારા સંસ્કૃતને “Most suitable language for Computer & AI” પણ જાહેર કરવામાં આવી છે, કારણ કે તેની રચના ઢાંચા આધારિત (structure-based) છે.
આમ, સંસ્કૃતનો મગજ પર થતો પ્રભાવ આધ્યાત્મિક કે સાહિત્યિકની સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલો છે.તેનો નિયમિત અભ્યાસ યાદશક્તિ વધારે છે, એકાગ્રતા અને શાંતિ આપે છે, મગજની બાયોલોજીકલ ક્ષમતામાં વધારો થાય છે તેમજ ભાષા શીખવાની કુશળતા વધે છે, વિજ્ઞાન અને ગણિત સમજવાની ક્ષમતા વધારે છે.
તો આવો વિશ્વ સંસ્કૃત દિવસને આપણે એક દિવસ પૂરતો ન ઉજવીયે પણ આપણા રોજીંદ જીવનમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધારીએ.
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band)
