ડૉ. પૂજા ઠક્કર | Dr. Pooja Thacker | 100 Best Gujarati Talents

ડૉ. પૂજા ઠક્કર (Dr. Pooja Thacker) એન્ટ્રેપ્રનર, ફિલ્મ નિર્માતા, ક્રિએટિવ ડાયરેક્ટર, આયુર્વેદ તબીબ, મ્યૂઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગના ચેર પર્સન અને ગિવ વાચા ફાઉન્ડેશન હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટ છે.

તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના પર્ફોર્મર પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે. તેઓ ગૂંજે ગીતાના ગુજરાત એમ્બેસેડર અને કલબફૂટ ગુડવિલ ઍમ્બેસેડર પણ છે. લેખિકા તરીકે તેમની ‘આયુર્વેદની અટારી’ પુસ્તક વૈશ્વિક સ્તરે પ્રકાશિત થઈ છે.

શિક્ષણવિદ તરીકે ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ ઠક્કરના આયુર્વેદ અને મ્યુઝિક થેરાપીના વિવિધ કૌશલ્યવર્ધક સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક માન્યતા પામેલ છે. જે કૃપ ગુરુકુલમાં ઉપલબ્ધ છે.

Dr. Pooja

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.