પર્વ ઠક્કર | Parv Thacker | Youngest Singer | Child Prodigy
પર્વ ઠક્કર (Parv Thacker) એ ૭ વર્ષનો ચાઈલ્ડ પ્રોડિજી, ભારતીય પ્લેબેક સિંગર, એક્ટર, ચેન્જમેકર, ઈન્ફ્લુએન્સર અને બ્રાન્ડ એમ્બેસેડર છે. પર્વ ગુજરાતી અને હિન્દી ભક્તિ, દેશભક્તિ અને પોપ સંગીતમાં તેના કામ માટે પ્રખ્યાત છે. તે વિશ્વનો સૌથી યુવા અભિનેતા અને વિશ્વનો સૌથી યુવા ગાયક છે. અભિનય ક્ષેત્રે તેની સફર 9 મહિનાની ઉંમરે રામ ધૂન મ્યુઝિક વિડિયોથી શરૂ થઈ હતી જે સુપર હિટ રહ્યું હતું. પર્વ એ ફક્ત ૧ વર્ષ અને ૧૧ મહિનાની ઉંમરે “પર્વ – ધ યંગેસ્ટ સિંગર” નામના તેના પ્રથમ સોલો ભક્તિ આલ્બમના પ્રકાશન સાથે તેની ગાયન યાત્રાની શરૂઆત કરી. તેણે ૫૦ થી વધુ ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે.
બાળ કલાકાર તરીકે, તેણે ક્રુપ મ્યુઝિક દ્વારા નિર્મિત ૧૫ થી વધુ મ્યુઝિક વિડિયોઝ માં એક્ટીંગ કરી છે. તેઓ ઘણા NGO પ્રોજેક્ટ માટે ગિવ વાચા ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. મ્યુઝિક એન્ટરટેઇનમેન્ટ કંપની હંગામા એ તેમને ભારતના રાઇઝિંગ સ્ટાર તરીકે નું બિરુદ પણ આપ્યું છે. હંગામા દ્વારા તેમના ૧૫ ગીતોનું વિશેષ આલ્બમ બહાર પાડવામાં આવ્યું હતું. તે ગીતા જયંતિ પર્વ, કૃપ લિટરેચર ફેસ્ટીવલ અને કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ માટે એમ્બેસેડર અને કલાકાર તરીકે ગર્વથી સેવા આપે છે.
તે તેના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ક્લબફૂટ વિશે જાગૃતિ ફેલાવે છે અને ગિટાર પર ગૂંજે ગીતાના શો કરે છે. તે ગિવ વાચા ફાઉન્ડેશનના ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ માટે બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવે છે.

પર્વ ઠક્કર પરિવાર | Parv Family
- પિતા: ડૉ. કૃપેશ ઠક્કર
- માતા: ડૉ. પૂજા ઠક્કર
- બહેન: વાચા ઠક્કર
પર્વ સમાચારની લિન્કો
- ગૂંજે ગીતા થકી ક્લબફૂટ અવેરનેસ કરતો બાળકલાકાર પર્વ ઠક્કર – ગિવ વાચા ફાઉન્ડેશન
- ગીત,ગીતા અને ગિટાર / ગીતા પરની આસ્થાએ જન્મજાત ખામી ધરાવતા પર્વને દોડતો કર્યો, હવે ગિટાર સાથે ગીતાનો ગૂંજારવ કરાવે છે માત્ર 7 વર્ષનો પર્વ – VTV ગુજરાતી
- ગુજરાત ભ્રમણ:અંજારનો બાળ કલાકાર સંસ્કૃતિના પ્રચાર માટે ગુજરાત ભ્રમણ પર – દિવ્ય ભાસ્કર
- છ વર્ષીય કચ્છી બાળકનાં દેશભક્તિનાં ગીતોનું લોકાર્પણ – કચ્છમિત્ર
- ૪ વર્ષ નો ક્લબફૂટ વોરીયર બાળક વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે
- વીર બાળ દિવસ નિમિતે કચ્છના બે બાળ કલાકારોના આલ્બમનું વિમોચન – Krup Music