દેવ દિવાળી ક્યારે છે? | દેવ દિવાળી નું મહત્વ અને તેની કથા | Dev Diwali 2024 Date, Significance, Story
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
દેવોની દિવાળી એટલે ‘દેવ દિવાળી’. આપણે આસો માસની અમાવસ્યા એ દિવાળી ઉજવીએ છીએ ત્યારે યુગોથી સનાતન સંસ્કૃતિમાં કારતક મહિનાની પૂનમને ‘દેવ દિવાળી’ તરીકે ઉજવવામાં આવે છે. લોકો માટે જેટલું મહત્વ દિવાળીનું છે એટલું જ ઉત્સાહ દેવ દિવાળી માટે પણ હોય છે. આ વર્ષે તે પંદર નવેમ્બરે આવે છે. ગત અંકમાં દિવાળી પર્વનું મહત્વ જાણ્યા બાદ હવે આપણે દેવ દિવાળીના મહત્વ પર ચર્ચા કરીશું અને તેની પૌરાણિક કથા જાણીશું.
દેવ દિવાળી મનાવવાની પરંપરા
દેવ દિવાળી ભારતના ઘણા બધા પ્રાંતોમાં વિવિધ રીતે ઉજવાય છે. ગુજરાતમાં આ દિવસે મૂળ દિવાળી જેવો જ ઉત્સાહ હોય છે તો અન્ય રાજ્યોમાં લોકો તેને વિવિધ રીતે ઉજવે છે. આ દિવસે લોકો મુખ્ય રૂપથી ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરે છે. ઘર, મંદિર, ઓફિસ તેમજ વ્યવસાયના સ્થળોને શણગારે છે. સુંદર મજાની રંગોળી બનાવે, ફૂલો અને આસોપાલવના તોરણ બાંધે અને રંગબેરંગી લાઈટ અને ઝગમગતા દિવડાઓ નું ડેકોરેશન તો ખરું જ!

દીપ દાનનું મહત્વ
એવી માન્યતા છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે. તેમને આવકારવા માટે ભક્તો આ સઘળી તૈયારીઓ ભાવ પૂર્વક કરે છે. આ દિવસે દીપ દાનનું વિશેષ મહત્વ છે. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનોને ભાત ભાતના દિવડા ભેટ આપે છે. મંદિર અને તીર્થસ્થળો એ દિવડા પ્રગટાવે છે. દીપ દાન કરવાથી બધુંજ કુશળ મંગળ થાય છે અને ભગવાનની કૃપા વર્ષે છે. આ દિવસે દાન પુણ્ય કરવાની પણ વિશેષ મહિમા છે.
દેવ દીપાવલીના દિવસે ગંગાસ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તેથી લોકો પાણીમાં ગંગાજળ ઉમેરી નહાય છે. ઉપરાંત ઘર અને મંદિરમાં પણ ગંગાજળ છાંટે છે. ભગવાનને પણ ગંગાજળથી અભિષેક કરી, સુંદર શણગાર કરે છે. મંત્ર જાપ અને ભજન કીર્તન થાય છે. દેવો માટે સ્વાદિષ્ટ પકવાન અને મીઠાઈના ભોગ ધરાય છે. લોકો પરિવાર સાથે દેવ દર્શને અને તીર્થસ્થળોએ યાત્રા કરવા પણ જાય છે. તો બાળકો અને યુવાઓમાં ફરીને ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવવાનો ઉત્સાહ પણ હોય છે.
કાશીમાં દેવ દિવાળી

દેવ દિવાળીની ભવ્ય ઉજવણી વારાણસીમાં જોવા મળે છે. વિશ્વભરથી લોકો ગંગાસ્નાન કરવા માટે પધારે છે. દરેક ઘાટ પર અસંખ્ય લોકો ગંગા આરતી અને દીપદાન માટે એકત્ર થાય છે. સૌ સાથે મળીને માતા ગંગાની આરતી કરે છે અને દિવડા રાખીને વંદના કરે છે. અત્ર તત્ર અને સર્વત્ર દિવડાઓના પ્રકાશ પથરાય છે. લોક મંદિરોમાં પણ આ પ્રસંગે પૂજા અને આરાધના માટે ભવ્ય આયોજનો થાય છે.
દેવ દિવાળીનું મહત્વ અને તેની કથા
જેવી રીતે દિવાળી પર્વ ભગવાન શ્રી રામના આગમન અને નવા વર્ષ સાથે ઉજવાય છે એવી રીતે દેવ દિપાવલી સાથે પણ પૌરાણિક કથા જોડાયેલી છે. કથા અનુસાર તારકાક્ષ, કામલાક્ષ અને વિદ્યુનમાલી એ ત્રણ અસૂરો હતા જેમને ત્રિપુરાસુર તરીકે ઓળખવામાં આવતા. એ ત્રણે અસુરોએ પોતાના પિતાના વધનો પ્રતિશોધ લેવા માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્મા હાજર થયા. ત્રણે અસૂરો એ ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનો વરદાન માંગ્યો. બ્રહ્મા એ વરદાન આપવા સંમત ન થયા. ત્યારે અસુરોએ બુદ્ધિ પૂર્વક વરદાન માંગ્યું કે ત્રણે પૂરીઓનું સર્જન અભિજીત મુહૂર્તમાં થાય અને અશક્ય રથ પર અશક્ય બાણ વડે કેવળ શિવના પુત્રથી જ તેમનું મૃત્યુ થઈ શકે. ભગવાન બ્રહ્મા આશીર્વાદ આપી ચાલ્યા ગયા.
ત્રિપુરાસુરનો વધ
ભગવાન શિવ તો વૈરાગી છે માટે એમના પુત્રતો થશે જ નહીં. એવું માની ત્રણે અસૂરો એ અહંકારથી ચૂર થઈને પૃથ્વી અને સ્વર્ગ લોક પર હાહાકાર મચાવ્યો. ચિંતિત થઈને સૌ દેવતાઓ એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પાસે સહાયતા માંગી. ત્યારે મહાદેવ અને માતા પાર્વતીની દિવ્ય શક્તિથી કુમાર કાર્તિકેયનો જન્મ થયો. સુર્ય અને ચંદ્રના પૈડાઓ સાથે પૃથ્વીનો અશક્ય રથ બન્યો. બ્રહ્મા એના સારથિ બન્યા. ભગવાન વિષ્ણુ બાણ બન્યા અને મેરુ પર્વતનો ધનુષ્ય તો વાસુકિ નાગની પ્રત્યંચા બનાવી. પછી દેવતાઓની સેના બની જેના સેનાપતિ બન્યા કુમાર કાર્તિકેય.
GURU NANAK JAYANTI SPECIAL ARTICLES
Happy Guru Nanak Jayanti Wishes 2024: 30+ Gurpurab Quotes, Images, Messages, Status for WhatsApp and Facebook
Guru Nanak Jayanti: When is Gurpurab? Know Date, Significance, Importance, History, and Rituals
Happy Guru Nanak Jayanti Status, Wishes, Quotes | 20+ Guru Nanak Status Videos for WhatsApp and Facebook
Happy Guru Nanak Jayanti Wishes Images, Pictures, Quotes | 20+ Gurpurab Photos, Messages, Greetings
સૌ દેવોએ સાથે મળીને ત્રિપુરાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યો. જે ક્ષણે ત્રણે પૂરી એક રેખામાં આવ્યા ત્યારે એક જ બાણથી એ ત્રણે અસુરનો વધ થયો. સૌ દેવતાઓએ વિજયનો ઉત્સવ ઉજવ્યો. દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને ગંગાસ્નાન કરીને અસંખ્ય દિવડાઓ સાથે ભગવાનની વંદના કરી. ત્યારથી પૃથ્વી પર દેવ દીપાવલી ઉજવાય છે એવી કથા જોવા મળે છે. તેમજ ગંગા સ્નાન અને દીપ દાનની પ્રથા યુગો યુગોથી અકબંધ ચાલતી આવે છે.
Happy Dev Diwali Wishes Status for WhatsApp and Facebook
Dev Diwali Special Songs | શિવ, લક્ષ્મી અને વિષ્ણુ પૂજા સોંગ
FAQs on Dev Diwali
દેવ દિવાળી કઈ તારીખે છે?
કારતક મહિનાની પૂનમને ‘દેવ દિવાળી’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
દેવ દિવાળી નું મહત્વ શું છે?
આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે. તેમને આવકારવા માટે ભક્તો આ સઘળી તૈયારીઓ ભાવ પૂર્વક કરે છે. આ દિવસે દીપ દાનનું વિશેષ મહત્વ છે. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનોને ભાત ભાતના દિવડા ભેટ આપે છે. મંદિર અને તીર્થસ્થળો એ દિવડા પ્રગટાવે છે. દીપ દાન કરવાથી બધુંજ કુશળ મંગળ થાય છે અને ભગવાનની કૃપા વર્ષે છે. આ દિવસે દાન પુણ્ય કરવાની પણ વિશેષ મહિમા છે.
દેવ દિવાળીની પૂજા કેવી રીતે કરાય?
આ દિવસે ગંગાસ્નાન કરવાનો વિશેષ મહત્વ છે. તેથી લોકો પાણીમાં ગંગાજળ ઉમેરી નહાય છે. ઉપરાંત ઘર અને મંદિરમાં પણ ગંગાજળ છાંટે છે. ભગવાનને પણ ગંગાજળથી અભિષેક કરી, સુંદર શણગાર કરે છે. આ દિવસે લોકો મુખ્ય રૂપથી ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરે છે. મંત્ર જાપ અને ભજન કીર્તન થાય છે. દેવો માટે સ્વાદિષ્ટ પકવાન અને મીઠાઈના ભોગ ધરાય છે.
દેવ દીવાળી કોણ ઉજવે છે?
દેવ દીવાળી, જેને “દેવતાઓની દીવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે, આ તહેવાર ભગવાન શિવના દાનવ ત્રિપુરાસુર પર વિજયની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે.
દેવ દીપાવલી શા માટે ઉજવવામાં આવે છે?
પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેમને ભયથી મુક્ત કરીને સ્વર્ગનું રાજ્ય દેવતાઓને સોંપ્યું હતું. ત્યારબાદ તમામ દેવતાઓએ દીવા પ્રગટાવીને ભગવાન શિવનું સ્વાગત કર્યું. ત્યારથી દેવ દીપાવલી ઉજવવાની પરંપરા છે.
દેવ દિવાળી પર કોની પૂજા કરવામાં આવે છે?
આ દિવસે લોકો મુખ્ય રૂપથી ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરે છે.
દેવ દિવાળીનું બીજું નામ શું છે?
દેવ દિવાળીને “દેવો ની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
