Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

વિશ્વમાં સૌથી લાંબા ત્રીસ દિવસીય ગીતા જયંતી પર્વનો કચ્છથી થયો પ્રારંભ | World’s longest Gita Jayanti festival begins | Best of 2024

Gita Jayanti Special: ગીતા જયંતીને એક મહિના સુધી ઉજવનારી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી તેમજ કૃપ ગુરુકુલ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા હાલમાં ગાંધીધામ ટેન ઇલેવન લોન્જ ખાતે ગીતા જયંતી પર્વ ૨૦૨૪ નો શુભારંભ સમારોહ યોજાયો.

જેમાં પચાસ દિવસની ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ’ ની ભારત યાત્રા પર અર્જુન બનીને નીકળેલા ડૉ. કૃપેશ ઠક્કર એ ઉપસ્થિત રહી આ ઉત્સવની ‘મૈં ભી અર્જુન’ છબીનું અનાવરણ કર્યું. તેમને કૃપ ગુરુકુલના આચાર્ય ડૉ. પૂજા ઠક્કર અને આમંત્રિત મહેમાનો નૈઋતીબેન શેઠિયા, અંકિતાબેન ઠક્કર, સલોનીબેન ઠક્કર, અંજલીબેન સેવક અને જી.એલ.સી.સી.ના એમ્બેસેડર બાળકોએ શુભકામના પાઠવી.

To join Gita Open Book Exam CLICK HERE!: Gita Open Book Pariksha 2024

કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો સાથે કૃપ ગુરુકુલના બાળકો એ ગૂંજે ગીતાની રજૂઆત કરી. જેમાં ઉત્સાહ ભેર સૌ શ્રોતાઓ પણ જોડાયા. ત્યારબાદ ભગવદ્ ગીતાનો સર્ટિફિકેટ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ પૂનમબેન કેવડીયા, પ્રિયાબેન પ્રજાપતિ અને અભિષેકભાઈ પંડયા ગીતા જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ શીખવાના પોતાના કોલેજના અનુભવો વ્યક્ત કર્યા. આ ઉપરાંત નાના બાળકોએ અર્જુન બનીને કરેલી ગીતા જ્ઞાનની સુંદર રજૂઆત જોઈ દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. 

આ પણ વાંચો: Books Beyond Papers: The Pledge by Eco Authors | Best E-book Publishing

Gita Jayanti Highlights

Dr. Krupesh reveals Gita Jayanti Parv 2024 theme

આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે, “આ ઉત્સવની થીમ આગામી પુસ્તક ‘અર્જુન ઉવાચ: મૈં ભી અર્જુન’ પર આધારિત છે. સત્ય ઘટનાઓ અને વર્તમાન પ્રસંગો પર આધારિત આ પુસ્તક થકી લોકોને અર્જુન બનવાની પ્રેરણા મળે એ મારો ઉદેશ્ય છે.” તો આ ઉત્સવ વિષે વાત કરતા ડૉ. પૂજા એ જણાવ્યું કે, “અગાઉ મળેલા ગીતા પ્રેમી લોકોના ભારે પ્રતિસાદને ધ્યાનમાં લઈને આ વર્ષે પણ ઓપન બુક ગીતા પરીક્ષા, ઘર ઘર ગૂંજે ગીતા, ગૂંજે ગીતા ચેમ્પિયન્સ લીગ તેમજ વિવિધ વર્કશોપ અને સેમિનાર તથા કવિ સંમેલન અને પુસ્તક વિમોચન જેવા કાર્યક્રમોનું વિવિધ શહેરોમાં આયોજન થશે. જેનો બાળકો, યુવાઓ, માતાઓ અને વડીલો પણ લાભ લઈ શકશે.” 

To participate in Gunje Gita Champions League CLICK HERE!: Gunje Gita Champions League 2024 Registration

વધુમાં શ્રીમતી નયનાબેન એ જણાવ્યું કે, “સંગીતમય ગીતા અધ્યાયોના એક સો જેટલા કાર્યક્રમો પૂર્ણ કરી બાળ કલાકારો પર્વ અને વાચા ગૂંજે ગીતા એમ્બેસેડર તરીકે ભારત અને અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે ભગવદ્ ગીતાની કર્મયોગ થકી સેવા કરતા અન્ય લોકો પણ આ ઉત્સવમાં એમ્બેસેડર બનીને સમાજ માટે પ્રેરણા બનશે.” 

Gunje Gita Ambassadors

આ પણ વાંચો: કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special

કાર્યક્રમના અંતે સંસ્થા એ આ ઉત્સવ અંતર્ગત ભગવદ્ ગીતાના વર્ગો તથા કચ્છ યુનિવર્સિટી માન્ય કોર્સના એડમિશન માટેની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગીતા જયંતી પર્વના ગત બે વર્ષમાં વિવિધ સંસ્થા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ જેનો હજારો લોકોએ લાભ લીધો હતો. ત્યારે ટ્રસ્ટીઓ એ આ વર્ષે ત્રીજી આવૃતિમાં જોડાવવા માટે શાળા-કોલેજો અને અન્ય સંસ્થાઓને આવકાર આપ્યો છે.

To join the Bhagavad Gita Certificate Course Click Here: KSKV & Give Vacha Skill Based Course Registration Form

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.