Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષ

‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા કૃપ એકેડેમીની વિદ્યાર્થિનીઓએ કરી ગીતા જયંતીની ઉજવણી | Yo Mad Bhakta Sa Me Priya street play at Gita Jayanti Parv | Best of 2024

યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ કચ્છ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ કૃપ એકેડેમી અંતર્ગત ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી રહેલી વિદ્યાર્થિઓની ટુકડીએ અંજારના કૃપ ગરૂકુલ ખાતે ગીતા જયંતી પર્વના ભાગ રૂપે ‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરી હતી.

ગીતાના ભક્તિયોગ આધારિત નાટક જોઈને દર્શકો થયા મંત્રમુગ્ધ | યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ

ગીતાના ભક્તિયોગ આધારિત આ નાટક જોઈ દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. આ નાટકનું દિગ્દર્શન જાણીતા ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સૂત્રધાર તરીકે ડૉ. પૂજા ઠક્કર તેમજ ભક્તના અલગ અલગ ગુણોના પ્રતિનિધિ તરીકે અંજલીબેન સેવક, અંકિતાબેન ઠક્કર, વૈશાલીબેન ભટ્ટ, પ્રિયાબેન પ્રજાપતિ, નિલમબા જાડેજા, લતાબેન ઓઝા અને પૂનમબેન કેવડીયાએ અભિનય કર્યો હતો. આ શેરી નાટક દ્વારા વિદ્યાર્થિનીઓએ સૌને ભગવદ્ ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગ માં દર્શાવેલ ગુણોને જીવનમાં ઉતારી ભગવાનના પ્રિય ભક્ત બનવાનો સંદેશ આપ્યો હતો.

શેરીએ શેરીએ ભક્તિયોગનું જ્ઞાન લઈને કર્મયોગ કરવાની પહેલ | યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ

અંજારના વિવિધ સ્થળોએ નાટક ભજવીને આ ટુકડીએ ગીતા જયંતીની અનેરી ઉજવણી કરી હતી. તો કોલેજના વિદ્યાર્થી આનંદભાઈ ચૌહાણ એ કોર્સ માધ્યમે શીખેલી જ્ઞાન, કર્મ અને ભક્તિના સિદ્ધાંતો પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સરાહના કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ શેરી નાટક ફક્ત મનોરંજન નહીં પરંતુ શેરીએ શેરીએ ભક્તિ યોગનું જ્ઞાન લઈને કર્મયોગ કરવાની પહેલ છે. જેમાં ગીતાના સિદ્ધાંતોનો વ્યવહારિક ઉપયોગ શીખી રહેલી છાત્રાઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.” વધુમાં ડૉ. પૂજાએ જણાવ્યું કે “આ કોલેજમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોના વ્યવહારિક ઉપયોગ પર આધારિત આ કૌશલ્ય વર્ધક કોર્સમાં થિયરી અને પ્રેક્ટિકલ ઉપર એક સરખું ભાર અપાય છે. ત્યારે પ્રથમ બેચ દ્વારા કરવામાં આવેલ આ સફળ પ્રયાસ આવનારી બેચના વિદ્યાર્થીઓ માટે સહાયરૂપ થશે.”

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઇ પટેલ એ વિદ્યાર્થિનીઓના ઉત્તમ પ્રદર્શન બદલ તેમજ સંસ્થાને ગીતા જયંતી પર્વના આયોજન બદલ શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ દરમિયાન ‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટકની કચ્છના વિવિધ સ્થાનિક અને જાહેર સ્થળો એ તેમજ શાળા-કોલેજોમાં પણ પ્રસ્તુતિ કરશે.   

યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ Yo Mad Bhakta Sa Me Priya

કચ્છ યુનિવર્સિટી માન્ય ભગવદ્ ગીતાના સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સમાં નામ નોંધાવવા અહીં કિલક કરો: ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ

RELATED READS

1. ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત
2. ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ
3. કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’

આ પણ વાંચો: ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૨: ભકિત યોગ | Bhagavad Gita Adhyay 12: Bhakti Yog

Here is the Bhagavad Gita Chapter 12 by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.