Gujarati News (ગુજરાતી સમાચાર)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024

કચ્છના વિવિધ શહેરો માંથી પાંચસોથી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

સનાતન ચેમ્પિયન્સ લીગ: સનાતન સંસ્કૃતિ માટે છેલ્લા દસ વર્ષથી વૈશ્વિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ ગીતા જયંતી પર્વ અંતર્ગત ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ ની આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાનો કચ્છથી શુભારંભ કર્યો. જેમાં ભુજ, માધાપર, અંજાર, ગાંધીધામ સહિત વિવિધ શહેરોમાંથી પાંચસોથી પણ વધુ સ્પર્ધકો જોડાયા.

સનાતન ચેમ્પિયન્સ લીગ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024

સનાતન ચેમ્પિયન્સ લીગની કૃપ ગુરુકુલ ખાતે શરુઆત

આ બહુસ્તરીય ક્વિઝ સ્પર્ધાના પ્રથમ ચરણમાં અંજારના કૃપ ગુરુકુલ ખાતે લોકોએ ‘સનાતન પ્રવેશ પરીક્ષા’ આપી. આ પરીક્ષામાં ગુરુકુલમાં ગીતા પઠન શીખી રહેલા બાળકો કૃપ એકેડેમીમાં કચ્છ યુનિવર્સિટી માન્ય ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ નો સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ ઉપરાંત ગૃહિણીઓ તેમજ વડીલો પણ ઉત્સાહભેર જોડાયા. વૈશ્વિક સ્તરે સનાતન સંસ્કૃતિની સેવા કરવા લોકોને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આ સ્પર્ધાનું નિર્માણ થયું છે. જેમાં સ્પર્ધકો વિવિધ કક્ષાએ સંસ્કૃતિનું પ્રતિનિધત્વ કરશે.


મા આશાપુરા બી એડ કોલેજની એકસોથી પણ વધુ છાત્રાઓ જોડાઈ

સનાતન ચેમ્પિયન્સ લીગ અંતર્ગત ભુજની આશાપુરા બી એડ કોલેજમાં પ્રવેશ પરીક્ષાનું આયોજન થયું જેમાં એકસોથી પણ વધુ વિદ્યાર્થિનીઓe ભાગ લીધો. સ્પર્ધાની શરૂઆતમાં અભિયાનના પ્રણેતા ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ ગુરુકુલના આચાર્યા ડૉ. પૂજા ઠક્કર સાથે કોલેજના ટ્રસ્ટી શ્રી પુષ્પદાન ગઢવી અને આચાર્યા ડૉ. પલ્લવીબેન શાહ એ વિદ્યાર્થિનીઓને સંબોધન કરી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ડૉ. કૃપેશએ કહ્યું કે ‘મૈં ભી અર્જુન અભિયાન સાથે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું માતૃભૂમિ કચ્છથી શુભારંભ થતું હોય ત્યારે મા આશાપુરા કોલેજ અને બીના પારેખ ઇંગ્લિશ સ્કૂલ એ જે પહેલ કરી છે તે સૌને પ્રેરણા આપશે.” તો શ્રી પુષ્પદાન ભાઈ એ કહ્યું કે ‘સંસ્થા દ્વારા દીર્ઘદૃષ્ટિ સાથે સનાતન સંસ્કૃતિ આધારિત અદભૂત પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમારી વિદ્યાર્થિનીઓને જોડાવવાની તક આપવાનો અમને આનંદ છે.”

અંજારની બીના પારેખ સ્કૂલ ઓફ એક્સલેન્સ અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને આચાર્ય પણ જોડાયા

કચ્છના વિવિધ શહેરોમાં પરીક્ષાઓ યોજાઈ ત્યારે અંજારની બીના પારેખ સ્કૂલ ઓફ એક્સલેન્સ અંગ્રેજી માધ્યમ મોટા પાયે જોડાયું. જેમાં એકસોથી વધુ વિદ્યાર્થીઓ સાથે પંદરથી વધુ શિક્ષકો સાથે આચાર્યા શ્રીમતી મિતાબેન પલણ એ પણ ઉત્સાહભેર પરીક્ષા આપી. આયોજનમાં ગિવ વાચા ફાઉન્ડેશન વતી અંકિતા ઠક્કર, અંજલી સેવક અને કલરવભાઈ રાઠોડએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ડૉ. પૂજા એ જણાવ્યું કે ‘પ્રવેશ પરીક્ષાના વિજેતાઓ આગળ જતા વિવિધ શ્રેણી અંતર્ગત અલગ અલગ કક્ષાએ શાળા-કોલેજનું પ્રતિનિધત્વ કરશે.”

તો શ્રીમતી મિતાબેનએ કહ્યું કે “સનાતન ચેમ્પિયન્સ લીગમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને પણ ભાગ લેવા પ્રેરણા આપવાનો અમને આનંદ છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું.”


અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના શહેરોની શાળાઓ, કોલેજો, સંસ્થાઓ તેમજ સમાજ માટે પ્રવેશ પરીક્ષાનો દોર આગામી સપ્તાહો સુધી યથાવત રહેશે. જેથી વધુને વધુ લોકોને અવસર મળી શકે. Sanatan Champions League Kutch માં ભાગ લેવા માટે 9265644011 પર સંપર્ક કરવું.


સનાતન ધર્મ આધારિત આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધા: Sanatan Champions League | International Quiz Competition on Hinduism


Event Glimpses


RELATED READS

1. ‘યો મદ્ ભક્ત સ મે પ્રિયઃ’ શેરી નાટક દ્વારા કૃપ એકેડેમીની વિદ્યાર્થિનીઓએ કરી ગીતા જયંતીની ઉજવણી
2. ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ
3. કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’


  

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.