ગુજરાતી મિજાજ વિશેષGujarati News (ગુજરાતી સમાચાર)ધર્મ/અધ્યાત્મ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ | Mega Gunje Gita Recitation World Record 2024 Accomplished!

Gunje Gita Recitation World Record: હાલમાં ગીતા જયંતી પર્વ નિમિતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ અને કૃપ મ્યુઝિક દ્વારા અંજારના ગોવર્ધન પર્વત ખાતે ‘મૈં ભી અર્જુન’ કાર્યક્રમ યોજાયો. જેમાં આ અભિયાનના પ્રણેતા ડૉ. કૃપેશ નયના શશીકાંત, કાર્યક્રમ ઉદ્ઘાટા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગુરુકુલના આચાર્યા ડૉ. પૂજા પ્રવિણા જગદીશ, કાર્યક્રમ અધ્યક્ષ શ્રીમતી નયનાબેન શશીકાંત ઠક્કર અને મુખ્ય મહેમાન શ્રીમતી પ્રવિણાબેન જગદીશ ઠક્કર તેમજ શ્રી વાચોનિધિ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોના હસ્તે ‘પંચેશ્વર ભગવાન’ સમક્ષ દીપ પ્રાગટ્ય સાથે અવસરનો શુભારંભ થયો.

સંગીતમય ગીતાના સમૂહ પઠનનો સર્જાયો વિશ્વ વિક્રમ | Gunje Gita Recitation World Record

કાર્યક્રમની શરૂઆતમાં ગુરુકુલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ કચ્છના વિવિધ શહેરોથી પધારેલા લોકો એ ગૂંજે ગીતાના વૈશ્વિક ઍમ્બેસેડર ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ ના બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના નેજા હેઠળ સંગીતમય ગીતાના સમૂહ પઠનમાં જોડાયા અને ‘ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ’ અંતર્ગત એક સાથે સૌથી વધુ લોકો દ્વારા ગૂંજે ગીતા પઠનનો વિશ્વ વિક્રમ સર્જ્યો. ઉપસ્થિત લોકોએ ભારે ઉત્સાહ અને આનંદ સાથે આ સફળતાની ઉજવણી કરી.

સૌને અર્જુન જેવા બનવાની પ્રેરણા મળી | Gunje Gita Recitation World Record

આ પ્રસંગે મહારાજશ્રી એ કહ્યું કે, “મનમાં ‘મૈં ભી અર્જુન’ ના ભાવ સાથે ભગવદ્ ગીતા આધારિત કાર્યોને સમર્પિત કૃપેશભાઈ અને તેમનો પરિવાર એ ત્રીસ દિવસીય ઉત્સવમાં ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા, ઘર ઘર ગૂંજે ગીતા અને વિશ્વવિક્રમના મહાયજ્ઞમાં જે યોગદાન આપ્યું છે તે ખરેખર સૌને અર્જુન જેવા બનવાની પ્રેરણા આપે છે.” 

મૈં ભી અર્જુન – એક અભિયાન | Gunje Gita Recitation World Record

તો આ વિચાર વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે, “મૈં ભી અર્જુન ફક્ત વિચાર નથી એક અભિયાન છે જેમાં વ્યક્તિમાં રહેલા અર્જુન જેવા ગુણો નિખરે એ ઉદેશ્યથી અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન થાય છે. આ ઉદ્દેશ્યમાં કચ્છની જાણીતી શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ પણ જોડાઈ ગયા છે ત્યારે અનેક લોકોને વ્યક્તિત્વ ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.” 

કચ્છ યુનિવર્સિટી માન્ય ભગવદ્ ગીતાના સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સમાં નામ નોંધાવવા અહીં કિલક કરો: ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ

વધુમાં ડૉ. પૂજા એ ઉમેર્યું કે, “આ અભિયાનમાં ગુરુકુલના બાળકો અને કોલેજમાં કચ્છ યુનિવર્સિટી માન્ય ભગવદ્ ગીતાના સર્ટિફિકેટ કોર્સ કરી રહેલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરીને ગીતાના વ્યવહારિક ઉપયોગનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે. તો વિવિધ સંસ્થાઓએ પણ લોકોને પ્રેરણા આપી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.” 

કાર્યક્રમના અંતે અધ્યક્ષ શ્રીમતી નયનાબેન એ મહાયજ્ઞમાં જોડાયેલા સર્વે લોકોને વિશ્વવિક્રમ મેળવવા બદલ શુભકામનાઓ પાઠવી. અત્રે ઉલ્લેખનીય છે કે ગીતા જયંતી પર્વ સાથે જ સંસ્થાના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયા છે જેનો લાભ આવતી ગીતા જયંતી સુધી જન સામાન્ય મેળવી શકશે.

સનાતન ધર્મ આધારિત આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધા: Sanatan Champions League | International Quiz Competition on Hinduism

RELATED READS

1. Gita Mahotsav wishes: Happy Gita Jayanti 2024 quotes, messages, greetings, SMS, Facebook & WhatsApp Status to share
2. Happy Gita Jayanti images, wishes, greetings, poster: Gita Mahotsav 2024 quotes, SMS, WhatsApp & Facebook messages
3. Happy Gita Jayanti wishes WhatsApp status: Gita Mahotsav 2024 messages, quotes, greetings
4. Gita Jayanti (Gita Mahotsav) 2024: Know Date, Time, Tithi, Shubh Muhurat, Significance, Quotes and More

આ પણ વાંચો: ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૨: ભકિત યોગ | Bhagavad Gita Adhyay 12: Bhakti Yog

Here is the Bhagavad Gita Chapter 12 by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.