કચ્છી કલાકાર વાચા ઠક્કરને મુંબઈ ખાતે મળ્યો આંતરરાષ્ટ્રીય ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’ | Kutchi artist Vacha Thacker received ‘Best Raghuvanshi Child Icon Award’ | Best of 2024
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા મુંબઈના જલારામ હોલ ખાતે વૈશ્વિક સ્તરનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. જેમાં કચ્છી કલાકાર વાચા ઠક્કરને આંતરરાષ્ટ્રીય ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી. જે કચ્છ માટે ગૌરવની વાત છે.
કચ્છી કલાકાર વાચાનો સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, સેવા અને ઉદ્યોગ સાહસ ક્ષેત્રે પ્રેરણાત્મક યોગદાન
આ પ્રસંગે પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, મંત્રી શ્રી હરેશભાઈ ઠક્કર અને સુરેશભાઈ પોપટ તેમજ એવોર્ડ સમિતિના સભ્યો અને આમંત્રિત મહાનુભાવોએ વાચાના સંગીત, સાહિત્ય, સંસ્કૃતિ, સેવા અને ઉદ્યોગ સાહસ ક્ષેત્રે પ્રેરણાત્મક યોગદાનની સરાહના કરી.

વાચા વિશ્વની સૌથી નાની વયની કચ્છી કલાકાર | World’s Youngest Kutchi Artist
આ સાથે જ વાચાને આ મુકામે પહોંચાડવા બદલ ગીતકાર, સંગીતકાર પિતા ડૉ. કૃપેશ ઠક્કર, ફિલ્મ નિર્માતા માતા ડૉ. પૂજા ઠક્કર અને બાળ કલાકાર પર્વ ઠક્કરને શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે, “સંગીત જગતમાં બસ્સોથી વધુ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પચાસથી વધુ ગીતો લોન્ચ થનાર વાચા વિશ્વની સૌથી નાની વયની કલાકાર છે. વર્ષ 2024માં વાચાની ફક્ત યુટ્યુબ ચેનલ પર જ તેના ગીતોને પચ્ચીસ કરોડથી વધુ લોકોએ માણ્યા છે. જેમાં તેનું જન ગણ મન ગીત મોખરે રહેલ છે.”
કચ્છી કલાકાર વાચાના પુસ્તકો પર શાળા-કોલેજોમાં લેવાય છે પરીક્ષા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જીઓ સાવન દ્વારા દસ વર્ષના શ્રેષ્ઠ વીસ બોલીવુડ ગીતોના ચયનમાં વાચાનું ગીત પ્રથમ સ્થાન પામ્યું હતું. તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે, “સાહિત્ય ક્ષેત્રે વાચા અને પર્વ એ બાળકોના સાહિત્યને પ્રકાશિત કરતી પ્રકાશન સંસ્થા ‘પર્વ પબ્લિશિંગ’ ની સ્થાપના કરી. જે અંતર્ગત વાચાના બાર પુસ્તકો પ્રકાશિત થયા છે. જેના માટે તેને સ્થાનિક, જિલ્લા અને રાજ્યકક્ષાએ પુરસ્કારો મળ્યા છે. વાચાના પુસ્તકો પર શાળા-કોલેજોમાં પરીક્ષા પણ લેવાય છે.”

કચ્છી કલાકાર વાચાનો ‘યંગેસ્ટ મલ્ટી લિંગ્વલ ઓથર’ નો વિશ્વવિક્રમ
વાચા એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ તરફથી ‘યંગેસ્ટ મલ્ટી લિંગ્વલ ઓથર’ નો વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો છે. આ સિવાય વાચા અમેરિકાની ‘ગૂંજે ગીતા’ એમ્બેસેડર તરીકે ભગવદ્ ગીતાના સંગીતમય અધ્યાયને લોકો સુધી પહોંચાડે છે. એક સો જેટલા કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગીતા જયંતીએ સૌથી વધુ લોકોએ સાથે મળીને કરેલ સમૂહ પઠનનો પણ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

ઉપરાંત ગિવ વાચા સંસ્થાની ‘ગિફ્ટ ઓફ ટાઈમ’ એમ્બેસેડર તરીકે પચાસથી વધુ સમાજસેવાના પ્રોજેક્ટમાં સમય અને કૌશલ્યો સાથે યોગદાન આપે છે. વાચા ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ ના વૈશ્વિક જનજાગૃતિ અભિયાનમાં અમેરિકાની ગુડવિલ એમ્બેસેડર તરીકે સેવા આપે છે.

તેના કાર્યોની ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, કચ્છના સાંસદ અને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રમુખ એ પણ સરાહના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બાળ પર્વ ઠક્કરને પણ પાંચ વર્ષની ઉંમરે આ વૈશ્વિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
1. ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ આંતરરાષ્ટ્રીય ક્વિઝ સ્પર્ધાની કચ્છથી થઈ શરૂઆત | Sanatan Champions League international quiz competition begins from Kutch | Best of 2024
2. કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ | Bhagavad Gita Open Book Exam at Krup Gurukul | Best of Gita Jayanti Parv 2024
3. ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ એ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ હેઠળ સર્જ્યો ગૂંજે ગીતાનો વિશ્વવિક્રમ | Mega Gunje Gita Recitation World Record 2024 Accomplished!
