બાળકો દ્વારા સ્થાપિત બાળકો માટેની સંસ્થા ‘પર્વ પબ્લિશિંગ’ ની કચ્છ ખાતે દ્વિતીય વર્ષગાંઠ ઉજવાઇ | Parv Publishing celebrates amazing 2nd anniversary
સરકાર દ્વારા યુવા પેઢીને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા અપાઈ રહી છે ત્યારે હાલમાં બાળકો દ્વારા સ્થાપિત ‘પર્વ પબ્લિશિંગ’ પ્રકાશન સંસ્થાની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે કચ્છના બાળ ઉદ્યોગ સાહસિકો સાત વર્ષીય પર્વ ઠક્કર અને બાર વર્ષીય વાચા ઠક્કર એ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા.

પર્વ પબ્લિશિંગનું મિશન અને વિઝન
યંગેસ્ટ સીઇઓ નો વિક્રમ સ્થાપનાર પર્વ એ સંસ્થાના મિશન વિષે વાત કરતા કહ્યું કે બાળકો દ્વારા બનેલી આ સંસ્થા બાળકો માટે બાળ સાહિત્યના સર્જન તેમજ પ્રકાશનના કાર્યો કરે છે. તો પર્વ પબ્લિશિંગના વિઝન અંગે વાત કરતા પ્રણેતા વાચાએ જણાવ્યું કે ખાસ બાળ સર્જકોના પુસ્તકો વૈશ્વિક સ્તરે પ્રકાશિત થાય, અન્ય બાળકો જોડાઇને કૌશલ્યો વિકસાવે અને સૌ સાથે મળીને સમાજસેવાના કર્યો માટે ભંડોળ ઊભું કરે એ જ અમારું વિઝન છે. ત્યાર બાદ તેમણે બે વર્ષ દરમિયાન પ્રકાશિત પુસ્તકો અને તેના થકી થયેલી સેવાઓ અંગે વાર્ષિક અહેવાલ પણ રજૂ કર્યો.
પુસ્તક પ્રકાશન થકી સમાજસેવા
બન્ને બાળકોના કર્મયોગને ઉપસ્થિત મહેમાનોએ વધાવ્યા તેમજ મહારાજશ્રીએ કૌશલ્ય વિકાસ સાથે સેવાના ઉત્તમ કર્મયોગ માટે ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપતા ઉમેર્યું કે આ બન્ને બાળકો એ વિશ્વપટલ પર કચ્છનું નામ રોશન કર્યું છે. બન્ને બાળ ઉદ્યોગ સાહસિકોનો પરિચય આપતા મેન્ટર ડૉ. પૂજા ઠક્કર કહ્યું કે “સાહિત્ય ક્ષેત્રે વાચા અને પર્વના પંદરથી વધુ પુસ્તકો વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયા છે. જેને સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ પુરસ્કારો મળ્યા છે. આ પુસ્તકોને આધારે શાળાઓમાં પરીક્ષાઓ પણ યોજાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કચ્છના કવિ સંમેલનોમાં પણ તેમની કૃતિએ ભારે લોકચાહના મેળવી છે. પુસ્તક પ્રકાશન થકી તેઓ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ અંતર્ગત સમાજસેવા માટે ભંડોળ એકત્ર કરે છે. જેની ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને સાહિત્ય અકાદમી પ્રમુખએ પણ નોંધ લીધી છે.”
આ પણ વાંચો: બાળકોને પ્રેરણા આપતી કચ્છની બાર વર્ષીય લેખિકા વાચા ઠક્કર ને મળ્યું વિશેષ સન્માન | Karma Foundation | Breaking News 2024
એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’ | Atulya Varso | Breaking News 2024
પર્વ પબ્લિશિંગમાં બાળકોને મળે છે તાલીમ અને માર્ગદર્શન
વધુમાં ગિવ વાચા ફાઉન્ડેશનના પ્રણેતા ડૉ. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે “કૃપ એકેડમીમાં એકતરફ જ્યાં કચ્છ યુનિવર્સિટી માન્ય વોકેશનલ કોર્સમાં યુવાઓ તાલીમ લઈ રહ્યા છે ત્યાં બીજી તરફ કૃપ ગુરુકુળમાં બાળકો પણ કૌશલ્ય વિકાસ માટે તૈયાર થાય છે. આ પ્રકાશન સંસ્થામાં સૌ પોતાની ભૂમિકા જાતે જ ભજવે છે જેના માટે તેમને તાલીમ અને માર્ગદર્શન મળી રહે છે. નવી પેઢી ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત સ્ટાર્ટ અપ ઇન્ડિયા માટે તૈયાર થાય અને ઉજ્જવળ ભવિષ્ય મેળવે એ જ અમારો ઉદેશ્ય છે.” અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલા ત્રીસ દિવસીય ગીતા જયંતી પર્વ અંતર્ગત આ બાળકો શાળાઓ, સંસ્થાઓ અને સ્થાનિક લોકોની મુલાકાત લઈને અન્ય બાળકોને “અર્જુન” બનવાની અને કર્મ યોગમાં જોડાવાની પ્રેરણા આપશે તેમજ સેવાના કાર્યોમાં પણ જોડાશે.

આ પણ વાંચો: Books Beyond Papers: The Pledge by Eco Authors | Best E-book Publishing
