Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની | Best 50 Tourist Places in Kutch

કૉલમ: ધન્ય ધરા ગુજરાતની | લેખક: મીનાક્ષી સોની

એક જાણીતો દુહો છે…

શિયાળે સોરઠ ભલો
ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો
કચ્છડો બારેમાસ…

જેસલ તોરલ ની વાર્તા

આ કચ્છ પ્રદેશ એટલે ગુજરાતનો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી વિશાળ પ્રદેશ જેમાં સંતો મહંતો અને બહારટીયામાંથી પીર થઈ ગયા જેણે કચ્છની ભૂમિને પાવન કરી છે. એવા કચ્છમાં અંજાર રુડા શહેર છે હો જી રે… જે જેસલ જાડેજાના પગલે પાવન થઈ છે તેવા અંજારની આજે આપણે શબ્દ યાત્રા કરશું. 14 મી સદીમાં થઈ ગયેલ જેસલ જાડેજા એ કચ્છનો કાળોતરો નાગ કહેવાતો હતો જેનાથી કચ્છની ધરતી ધ્રજતી હતી. તે બહારવટે ચડ્યો હતો.

અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની

આ પણ વાંચો: કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા

ઘણા જુલમ કર્યા હતા કચ્છની પ્રજા પર… છતાંય આજે કચ્છની જનતા તેને પીર માની પૂજે છે જે સંભવ બન્યું છે એક સન્નારીના સંગથી… આ છે સ્ત્રી શક્તિનું ઉદાહરણ એટલે જેસલ જાડેજા… તેને તોરી ઘોડી, તોરી રાણી અને તોરી તલવાર એ ત્રણ તેના જીવનમાં પરિવર્તન લાવે છે. સ્ત્રી ધારે તે કરી શકે છે એક બહારવટિયાને પણ સંત બનાવી શકે છે.

તોરલ ત્રણ નર તારીયા સાંસતિયો સધિર
જેસલ જગતનો ચોરટો પલમાં કીધો પીર…

જેસલ તોરલ ની સમાધિ નો ઇતિહાસ

અંજાર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ, વાર્તા અને ફોટા | ધન્ય ધરા ગુજરાતની

અંજારના સવાસર નાકા પાસે આ સમાધિ આવેલી છે અને અંજારની અને આજુબાજુના ગ્રામ્ય જનતા તેને પૂજે છે. જેની એક લોકવાયકા એવી છે કે તે જેસલ જવભાર અને તોરલ તલભાર નજીક આવે છે તે ધીમે ધીમે જો એક સાથે થઈ જશે ત્યારે પૃથ્વીનો નાશ થશે. 14 મી સદીમાં જ્યારે તે બંને સમાધિ લીધી ત્યારે બે ગાડા પસાર થઈ જાય એટલું વચ્ચે અંતર હતું અને આજે આપણે જોઈ શકીએ છીએ કે તે બંને વચ્ચે માત્ર દોઢેક ફૂટ જેટલું અંતર રહી ગયું છે. ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોઈ જાણી શકતું નથી પરંતુ ભકિત અને વીરરસ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેસલ તોરલની સમાધિ.

આ ઉપરાંત અંજાર શહેર બાંધણી અને અજરખ ના વસ્ત્ર માટે અને સુડી ચપ્પુ માટે પ્રખ્યાત છે તે કચ્છ ના પાટનગર ભુજથી માત્ર એક કલાક ના અંતરે છે. અંજારમાં બ્રિટિશ રાજ્ય સમયના મેકમર્ડોનો બંગલો પણ છે જે ઈતિહાસ પ્રેમીઓને આકર્ષે છે.



ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે

પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા ગાયેલ “ધન્ય ધરા ગુજરાતની – મારું ગુજરાત છે” ગીત.


Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.