Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh? | Best of Maha Kumbh 2

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

હાલમાં પ્રયાગરાજ ખાતે ‘મહા કુંભ મેળો’ પોષી પૂનમ એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. જે મહા શિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરી એમ 45 દિવસ સુધી ચાલવાનો છે. પર્વની પાઠશાળાના ગત અંકમાં આપણે આ મેળા વિશેની માહિતી, રોચક વાતો અને કથા વિશેની ચર્ચા કરી હતી. ત્યારે આ વખતે જાણીશું તેનો ઇતિહાસ, કુંભ મેળાના વિવિધ પ્રકાર અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ અંગેની અન્ય વિશેષ વાતો.

કુંભ મેળાનો ઇતિહાસ | History of Kumbh Mela

કુંભ મેળા અને તેના રોચક ઇતિહાસની વાત કરીએ તો કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે કુંભ મેળાનો સુવ્યવસ્થિત આયોજન ત્રીજીથી પાંચમી સદી દરમિયાન શરૂ થયું હતું. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પણ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું હતું, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા અનુસાર કુંભનું સ્વરૂપ ગુપ્ત કાળથી શરૂ થયું અને શંકરાચાર્યે તેને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું એવું કહેવામાં આવે છે.

અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ Ardh Kumbh, Purna Kumbh, Maha Kumbh

અધ્યાત્મિક ગુરુ ચૈતન્ય મહાપ્રભુ એ કર્યું હતું માઘ મેળામાં સ્નાન

કુંભ મેળાને ‘માઘ મેળા’ સ્વરૂપે કેટલાક પુરાણોમાં આલેખાયું છે. આ ઉપરાંત જો અર્વાચીન સમયની વાત કરીએ તો ઇસ 1514 માં બંગાળના અધ્યાત્મિક ગુરુ ચૈતન્ય મહાપ્રભુના માઘ મેળામાં સ્નાન કર્યાનો અનુભવ ‘ચૈતન્ય ચરિતામૃત’ માં જોવા મળે છે. 16 મી સદીમાં તુલસીદાસ એ ‘રામચરિતમાનસ’ માં પણ આ મેળાનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત 17 મી સદીના બ્રિટિશ ઇતિહાસમાં પણ પ્રયાગરાજના મેળા વિશેની વિગતવાર માહિતી અને વર્ણનના જૂના લેખો અને દસ્તાવેજોમાં મળી આવે છે.

બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ કરવેરા લગાવવા બાબતે મેળાની માહિતી એકત્ર કરી

એ સિવાય સંશોધકોને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ કરવેરા લગાવવા બાબતે માહિતી એકત્ર કરી હોય એવા લખાણો મળેલ છે. તેમજ એ સમયના રાજાઓ અને શાસકોએ આ મેળાને લગતા વિવિધ કર મુક્ત કરવા બાબતે કરેલી અરજીઓ અને પત્રો પણ મળેલ છે. આ ઉપરાંત તેમને વર્ષ 1790, 1801, 1806, 1808, 1812, 1833, 1836 અને 1840 દરમિયાન આ મેળામાં લીધેલ કર, કરની રકમમાં આપેલ છૂટ તેમજ કર મુક્ત કરેલું હોય તેવા પુરાવાઓ અને પ્રમાણ પણ મળેલ છે.

કુંભ મેળો અને તેના પ્રકાર | Types of Kumbh Mela

કુંભ મેળાની ઇતિહાસ જાણ્યા બાદ આ મેળા વિશે વધુમાં વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સૂર્ય અને ગુરુના નિશ્ચિત રાશિ અને સ્થિતિ મુજબ કુંભ મેળાનું આયોજન થાય છે. કુંભ મેળો અને તેની ખગોળીય ગણનાઓનો સ્પષ્ટ ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. જેનું અનુસરણ અનંતકાળથી થતું આવ્યું છે. લોક માન્યતા અનુસાર કહેવાય છે કે સમુદ્ર મંથન બાદ આ મેળાની શરૂઆત સતયુગમાં શંકરાચાર્ય દ્વારા થઈ હતી. ભારતના વિવિધ પૌરાણિક શાસ્ત્રો, ગ્રંથો અને પ્રાચીન શિલાલેખોમાં પણ નદી કિનારે થયેલા આ મેળાનો ઉલ્લેખ જોવા મળે છે. અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ એ કુંભ મેળાના વિવિધ પ્રકારો છે. 

શું છે અર્ધ કુંભ? | What is Ardh Kumbh?

અર્ધ કુંભ એ કુંભ મેળાનો અડધો આયોજન છે એમ કહી શકાય. કારણ કે જેમ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે એમ અર્ધ કુંભ દર 6 વર્ષે યોજાય છે. કુંભ મેળાના અડધા ચક્રમાં યોજાતા આ મેળાનું પણ વિશેષ મહત્વ છે. તેનું આયોજન ખાસ કરીને હરિદ્વાર અને પ્રયાગરાજમાં થાય છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં અને સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે અર્ધ કુંભ મેળાનું આયોજન થાય છે. આ મેળા દરમિયાન લાખો ભક્તો અને શ્રદ્ધાળુઓ પવિત્ર નદી અને સંગમમાં સ્નાન કરવા આવે છે. આ મેળામાં પવિત્ર નદી સ્નાન કરવાથી મનુષ્ય પાપ મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે એવું માનવામાં આવે છે. 

શું છે પૂર્ણ કુંભ? | What is Purna Kumbh?  

એવી જ રીતે પૂર્ણ કુંભ એ મેળાનો વિસ્તૃત પ્રકાર છે જે દર 12 વર્ષે યોજાય છે. આ મેળાનું મહત્વ અર્ધ કુંભ કરતાં વિશેષ છે. માટે પૂર્ણ કુંભમાં નાગા સાધુઓ અમૃત સ્નાન સિવાય ધાર્મિક વિધિઓ, તપ અને સાધનાઓ કરવા કલ્પવાસ કરે છે. તો અન્ય સન્યાસી, સંતો કથા વાંચન અને પ્રવચન જેવી પ્રવૃતિઓ કરે છે, જેનો લાખો શ્રદ્ધાળુઓ લાભ લે છે. પૂર્ણ કુંભમાં કરેલું અમૃત સ્નાન અને અધ્યાત્મિક પ્રવૃતિઓ વ્યક્તિને આત્માની ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિ તરફ લઈ જાય છે. 

શું છે મહા કુંભ? | What is Maha Kumbh?

જ્યારે આવા 12 પૂર્ણ કુંભ મેળાનું આયોજન થઈ જાય ત્યારબાદ મહા કુંભ મેળો આવે છે. જે સૌથી વિસ્તૃત અને અન્ય મેળાઓ કરતાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કારણ કે તે 144 વર્ષે એક વાર યોજાય છે જે સૌથી વિરલ ઘટના છે. આ મહા કુંભ હાલમાં પ્રયાગરાજ ખાતે યોજાયો છે. આ વર્ષે કુંભ મેળામાં સરકારી સ્ત્રોતો મુજબ દેશ વિદેશથી અંદાજે 40 કરોડ થી પણ વધુ યાત્રાળુઓ પધારશે. જેમાં નાગા સાધુઓ, અઘોરીઓ, સન્યાસીઓ અને સંતો સિવાય અન્ય શ્રદ્ધાળુઓ અને યાત્રિકો આવીને અમૃત સ્નાન કરશે. સનાતન સંસ્કૃતિ એ અમૃત સ્નાનનો સૌ પ્રથમ અધિકાર સાધુઓને આપેલો છે.

મહા કુંભમાં મકર સંક્રાંતિના થયેલ પ્રથમ સ્નાન પર્વ બાદ દ્વિતીય સ્નાન 29 જાન્યુઆરીના મૌની અમાસે, તૃતીય સ્નાન 3 ફેબ્રુઆરી એ વસંત પંચમી, ચતુર્થ સ્નાન 12 ફેબ્રુઆરી એ માઘ પૂર્ણિમા અને પંચમ સ્નાન 26 ફેબ્રુઆરી એ મહાશિવરાત્રીના રોજ અમૃત સ્નાન થશે. આ સમગ્ર આયોજન ફક્ત એક સામાન્ય ઘટના નહીં પરંતુ સનાતન સંસ્કૃતિનું આગવું પ્રતિક છે. સદીઓથી વિશ્વના સૌથી મોટા માનવ મહેરામણ તરીકે ઓળખાતા કુંભ મેળામાં આવતા સાધુઓ સંસ્કૃતિ અને સમાજને શું સંદેશ આપે છે તેમજ આપણી સંસ્કૃતિમાં રહેલા તેમના આગવા સ્થાન અને મહાત્મય વિષે આપણે આગામી અંકમાં ચર્ચા કરીશું.   

મહા કુંભ સ્નાન તિથિ | Maha Kumbh Snan Dates

  • પોષ પૂર્ણિમા/પોષી પુનમ (13 જાન્યુઆરી 2025): કલ્પવાસનો આરંભ
  • મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી 2025): પ્રથમ અમૃત સ્નાન
  • મૌની અમાસ (29 જાન્યુઆરી 2025): દ્વિતીય અમૃત સ્નાન
  • વસંતપંચમી (3 ફેબ્રુઆરી 2025) તૃતીય અમૃત સ્નાન
  • માઘ પૂર્ણિમા (12 ફેબ્રુઆરી 2025): કલ્પવાસનું સમાપન
  • મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી 2025): મહાકુંભ 2025નો સમાપન દિન

અર્ધ કુંભ એટલે શું?

અર્ધ કુંભ એ કુંભ મેળાનો અડધો આયોજન છે. જેમ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે એમ અર્ધ કુંભ દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે.

પૂર્ણ કુંભ એટલે શું?

પૂર્ણ કુંભ એ મેળાનો વિસ્તૃત પ્રકાર છે જે દર 12 વર્ષે યોજાય છે. પૂર્ણ કુંભમાં નાગા સાધુઓ અમૃત સ્નાન સિવાય ધાર્મિક વિધિઓ, તપ અને સાધનાઓ કરવા કલ્પવાસ કરે છે.

મહા કુંભ એટલે શું?

જ્યારે 12 પૂર્ણ કુંભ મેળાનું આયોજન થઈ જાય ત્યારબાદ મહા કુંભ મેળો આવે છે. જે સૌથી વિસ્તૃત અને અન્ય મેળાઓ કરતાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કારણ કે તે 144 વર્ષે એક વાર યોજાય છે.

મહા કુંભનો પહેલો સ્નાન ક્યારે છે?

મહા કુંભનો પહેલો સ્નાન મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી એ થાય છે.

મહા કુંભનો બીજો સ્નાન ક્યારે છે?

મહા કુંભનો બીજો સ્નાન 29 જાન્યુઆરીના મૌની અમાસે થાય છે.

મહા કુંભનો ત્રીજો સ્નાન ક્યારે છે?

મહા કુંભનો ત્રીજો સ્નાન 3 ફેબ્રુઆરી એ વસંત પંચમી એ થાય છે.

મહા કુંભનો ચોથો સ્નાન ક્યારે છે?

મહા કુંભનો ચોથો સ્નાન 12 ફેબ્રુઆરી એ માઘ પૂર્ણિમા એ થાય છે.

મહા કુંભનો પાંચમો સ્નાન ક્યારે છે?

મહા કુંભનો પાંચમો સ્નાન 26 ફેબ્રુઆરી એ મહાશિવરાત્રી એ થાય છે.


સુપરહિટ ભક્તિ ગીતો | Famous Devotional Songs, Mantra, Dhun

Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.


મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela
અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu
નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu
મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance

Table of Contents

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.