Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: ચરિત્ર દર્શન (All the Indian Gods)ગુજરાતી મિજાજ વિશેષ

જલારામ બાપા | Jalaram Bapa | 100 Amazing Facts of Indian God

કૉલમ: ચરિત્ર દર્શન | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

દિવાળી પર્વના બરાબર એક સપ્તાહ બાદ એટલે કે કારતક સુદ સાતમને દિવસે ઉજવાય છે ગુજરાતનાં અવતારી સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ એટલે કે ‘જલારામ જયંતી’! આ વર્ષે 9 નવેમ્બરે જલારામ જયંતી આવે છે. પર્વની પાઠશાળામાં આપણે નિઃસ્વાર્થ સેવા અને કરુણાના સંત એવા શ્રી જલારામ બાપાના ઇતિહાસ, એમના જીવનકાળની રોચક ઘટનાઓ અને કથાની વાતો જાણીશું. 

જલારામ બાપાનો જન્મ અને બાળપણ

શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને દિવસે (નવેમ્બર ૧૪, ૧૭૯૯) ના રોજ ગુજરાતના વીરપુર ગામે લોહાણા કુળમાં થયો હતો. તેમના માતા-પિતાનું નામ રાજબાઈ અને પ્રધાન ઠક્કર હતું. ફક્ત પાંચ વર્ષની ઉંમરથી સીતારામનું નામ જપતા બાળ જલારામને ભક્તિમાં જ જીવ રહેતો. તેમના પિતાએ પુત્રના ધંધો સાંભળવાના સ્વપ્નો જોયેલા એટલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા મૂક્યું. પરંતુ બાળ જલારામને ભણવા કરતા ગામમાં આવતા જતા સાધુ-સંતોની સેવા કરવામાં વધુ રસ રહેતો.

૧૬ વર્ષની વયે તેમના લગ્ન આટકોટના પ્રગજી ઠક્કરના પુત્રી વીરબાઈ સાથે થયા. વીરબાઈ પણ પહેલાથી જ ભક્તિવાન અને સેવાભાવી વૃતિના હતા. તેથી બંને લોકો સત્પુરુષો અને યાત્રાળુઓની સેવા કરવામાં રત રહેતા. ૧૮ વર્ષમાં જલારામ ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા. તેમની પાસેથી ‘ગુરુમંત્ર’ મેળવીને ગુરુના આશીર્વાદ સાથે જલારામ એ એક સદાવ્રત શરૂ કર્યું. જેમાં કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક જરૂરતમંદ લોકોને કોઈ પણ સમયે ભોજન મળી રહેતું. 

આ પણ વાંચો:- કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય | 5 Steps to Attract Good Luck at Kalashtami |Kaal Bhairav Jayanti Special

૨૦ વર્ષના હતા ત્યારે જલારામ તેમના પત્ની સાથે અયોધ્યા, કાશી, બદ્રીનાથ તેમજ અન્ય તીર્થસ્થળોએ યાત્રા પર ગયા. પરત આવ્યા બાદ સંપૂર્ણપણે સાધુ અને સંતો તથા જન સામાન્યની સેવા માટે સમર્પિત થઈ ગયા. પિતાના ધંધાથી દૂર રહેવાને કારણે તેમના કાકા વાલજીભાઈ એ જલારામ અને વીરબાઈને પોતાના ઘરે સ્થાન આપ્યું. 

રામ ભક્ત જલારામ

તેમના જીવનમાં અનેક ચમત્કારિક ઘટનાઓ થયેલી છે. એકવાર એક સાધુએ તેમણે શ્રી રામ ભગવાનની મૂર્તિ આપી અને કહ્યું કે થોડા જ સમયમાં હનુમાનજી પણ આવશે. જલારામ એ ઘરમાં જ શ્રી રામ ભગવાનની સ્થાપના કરી. થોડા દિવસો બાદ અનાજ રાખવાની જગ્યાએ થી સ્વયંભૂ હનુમાન પ્રગટ થયા. તેમના પ્રતિક સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ પ્રગટ થઈ. એ ઘટના બાદ તેમનો અનાજ સંગ્રહ કરવાનો એ સ્થાન અક્ષય પાત્ર બન્યો. ત્યાં ક્યારેય પણ અનાજ ખૂટ્યું જ નહીં! એ ચમત્કાર બાદ સર્વ ગ્રામજનો પણ જલારામના સેવા કાર્યમાં જોડાઈ ગયા. 

જલારામ બાપાના ફોટા | Jalaram Bapa HD Photos, Images, Wallpaper

ભગવાનએ લીધી પરીક્ષા

લોક કથા અનુસાર એક દિવસ એવું થયું કે ભગવાન સ્વયં વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યા. જલારામની પરીક્ષા લેવા માટે સાધુએ વીરબાઈ ને પોતાની સેવા માટે મોકલવા કહ્યું. જલારામએ પત્નીને મંજૂરી આપી અને વીરબાઈ પેલા સાધુ સાથે ચાલ્યા ગયા. રસ્તા વચ્ચે સાધુએ પોતાનો દંડ અને ઝોળી ઉતારી વીરબાઈને આપી અને તેમની પ્રતિક્ષા કરવા કહ્યું. વીરબાઈ સદભાવ સાથે ત્યાં જ ઊભા રહ્યા. એટલામાં આ સંપૂર્ણ ઘટના ભગવાન એ કરેલી કસોટી હતી એવી આકાશવાણી થઈ. વીરબાઈ એ પરત જઈને જલારામને સઘળી વાત કહી. જલારામએ પેલા દંડ અને ઝોળીને ભગવાનનો પ્રસાદ માની હંમેશ માટે પોતાની સાથે રાખી. 

जलाराम बापा फोटो, इमेज, वोलपेपर | Jalaram Bapa HD Photo, Image, Wallpaper

જલારામ બાપાના પરચા

ટૂંક સમયમાં જ જલારામ પોતાની ભક્તિ માટે ચારે દિશાએ પ્રસિદ્ધ થયા. એવામાં હરજી નામના એક દરજીને પેટમાં ભયંકર પીડા ઉપડી. તે પૂર્ણ શ્રદ્ધા સાથે જલારામ પાસે આવ્યા. જલારામએ તેમના વતી ભગવાનને પ્રાર્થના કરી. હરજીની પીડા દૂર થઈ એટલે ભાવવિભોર થઈને તેમણે ‘બાપા’ કહીને સંબોધન આપ્યું. ત્યારથી જ તેઓ જલારામ બાપા તરીકે ઓળખાયા.

વધુ વાંચો
Jalaram Jayanti Date 2024, Significance, Rituals, Amazing Facts | Happy जलाराम जयंती तारीख और इतिहास
Jalaram Jayanti Wishes Photo, 50+ Best Status in English, Hindi, Gujarati | जलाराम जयंती | જલારામ જયંતી

એવી જ રીતે જમાલ નામના એક મુસ્લિમ વેપારીનો પુત્ર બીમાર પડ્યો. હરજી તેને બાપાના પરચાની વાત કરી. જમાલએ સંકલ્પ કર્યો કે જો એનો પુત્ર સ્વસ્થ થઈ જશે તો પોતે ૪૦ મણ અનાજ ધરશે. બાપાની પ્રાર્થનાથી એ ઠીક થયો અને ત્યારથી હિન્દુ સિવાય મુસ્લિમ સમુદાય પણ જલારામ બાપાને માનતા થયા.

ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા આશીર્વાદ

એવું પણ કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી તેમના જુનાગઢ પ્રવાસ દરમિયાન વીરપુર આવ્યા હતા. બાપાએ તેમની ખૂબ સેવા કરી. પ્રસન્ન થઈને સ્વામી એ બાપાની ખ્યાતિ દેશ-વિદેશ સુધી વિસ્તરે અને વીરપુર તીર્થસ્થળ બને એવા આશીર્વાદ આપ્યા હતા. આજે બાપાનો મહિમા દેશ-વિદેશમાં ગવાય છે એ સત્ય છે વીરપુરના દર્શનાર્થે દુનિયભરથી શ્રદ્ધાળુઓ આવે છે. 

Jalaram Bapa HD Photo, Image, Wallpaper

જોગી જલારામનું વીરપુર ધામ

વીરપુર ધામની વાત કરીએ તો એ સ્થળ એમનું ઘર હતું. ગુજરાતના રાજકોટથી લગભગ 52 કિમી ના અંતરે આવેલા આ ગામમાં તેઓ પોતાના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. વીરપુરના મંદિરમાં આજે પણ બાપા જલારામની અસલ તસવીર, તેમનો દંડ અને ઝોળી તથા તેમની વસ્તુઓને જતન પૂર્વક દર્શન માટે રાખવામાં આવી છે. મંદિરમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનની સ્વયંભૂ મૂર્તિઓ પણ વિરાજમાન છે. મંદિરે વર્ષ ૨૦૦૦થી દાન લેવાનું બંધ કર્યું છે છતાં ભંડાર ખૂટ્યા નથી. કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના ભક્તોને હંમેશા નિઃશુલ્ક ભોજન મળતું રહે છે.

પ્રસાદમાં સવારે બુંદી અને ગાંઠિયા તો સાંજે શાક, ખીચડી, કાઢી અને દેશી ઘી આપવામાં આવે છે. પ્રતિદિન હજારો ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. બાપાએ સૌને સંદેશ આપ્યો છે કે ‘પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ન ઘટે સહાય કરે રઘુવીર..”


જલારામ બાપાના ભજન

Here are some trending his songs and mantra by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.


જલારામ બાપાના સ્ટેટસ

આ પણ વાંચો:- Jalaram Bapa History, Significance, Story | Happy Jalaram Jayanti Wishes 2024 | HD Photos, Status, Videos





જલારામ બાપા પરચા શોર્ટ ફિલ્મ


જલારામ જયંતી ક્યારે છે?

જલારામ જયંતી કારતક સુદ સાતમ એટલે કે વર્ષ 2024માં 9 મી નવેમ્બરે આવે છે.

બાપા જલારામના માતા કોણ હતા?

તેમના માતા-પિતાનું નામ રાજબાઈ અને પ્રધાન ઠક્કર હતું.

બાપા જલારામનો જન્મ ક્યારે થયો?

બાપા જલારામનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને દિવસે (નવેમ્બર ૧૪, ૧૭૯૯) ના રોજ ગુજરાતના વીરપુર ગામે લોહાણા કુળમાં થયો હતો.

બાપા જલારામના પત્ની કોણ હતા?

આટકોટના પ્રગજી ઠક્કરના પુત્રી વીરબાઈ સાથે જલારામના લગ્ન થયા હતા.

બાપા જલારામનું મંદિર ક્યાં છે?

બાપા જલારામનું મંદિર ગુજરાતના રાજકોટથી લગભગ 52 કિમી ના અંતરે આવેલા વીરપુર ગામમાં આવેલું છે.

બાપા જલારામના ગુરુ કોણ હતા?

ફતેહપુરના ભોજા ભગત એ જલારામ બાપાના ગુરુ હતા.

બાપા જલારામના લગ્ન થયા હતા?

જલારામ બાપાના લગ્ન ૧૬ વર્ષની વયે આટકોટના પ્રગજી ઠક્કરના પુત્રી વીરબાઈ સાથે થયા હતા.

વીરપુર ધામ ક્યાં આવેલું છે?

ગુજરાતના રાજકોટથી લગભગ 52 કિમી ના અંતરે વીરપુર ધામ આવેલું છે.

વીરપુરના જલારામ મંદિરમાં શું છે?

વીરપુરના મંદિરમાં આજે પણ બાપા જલારામની અસલ તસવીર, તેમનો દંડ અને ઝોળી તથા તેમની વસ્તુઓને જતન પૂર્વક દર્શન માટે રાખવામાં આવી છે. મંદિરમાં ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનની સ્વયંભૂ મૂર્તિઓ પણ વિરાજમાન છે.

વીરપુરના જલારામ મંદિરમાં પ્રસાદ ક્યારે મળે?

પ્રસાદમાં સવારે બુંદી અને ગાંઠિયા તો સાંજે શાક, ખીચડી, કાઢી અને દેશી ઘી આપવામાં આવે છે. પ્રતિદિન હજારો ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે.

જલારામના પરચા શું છે?

જલારામ બાપાના પરચા એક સુંદર શોર્ટ ફિલ્મ છે. જેમાં પારસી બાવાની ભક્તિને પરિણામે જલારામ બાપા તેને સહાય કરે છે.

જલારામ બાપા કોના ભક્ત હતા?

જલારામ બાપા ભગવાન શ્રી રામના ભક્ત હતા.

જલારામ જયંતીએ શું કરવું?

જલારામ જયંતીએ ભગવાન શ્રી રામ અને જલારામ બાપાની ધૂન, આરતી અને ભજન ગાઈ શકાય. તેમજ જરૂરતમંદ લોકોની સેવા અને દાન-પુણ્ય કરી શકાય.

ફેમસ જલારામ ધૂન કોણે ગાઈ છે?

પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો ગીતકાર સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ફેમસ જલારામ ધૂન ગાઈ છે.

બાપા જલારામ શોર્ટ ફિલ્મના લેખક અને નિર્માતા કોણ છે?

જલારામ બાપા ફિલ્મના લેખક અને નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર છે.


Table of Contents

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.