લાભ પાંચમ 2024 તારીખ, મહત્વ અને પૂજા વિધિ | Happy Labh Pancham Wishes, Greetings, Messages in Gujarati
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
‘લાભ પાંચમ’ એટલે દિવાળી પર્વ પછીથી કારતક મહિનાથી શરૂ થતા નવા વર્ષના દિવસોની શૃંખલનો પાંચમો દિવસ. આ વર્ષે લાભ પાંચમ 6 નવેમ્બરે આવે છે. હિન્દુ ધર્મમાં કારતક સુદ પાંચમ ને એ સિવાય ‘સૌભાગ્ય પંચમી’ અને ‘લાખેણી પંચમી’ પણ કહેવામાં આવે છે. નવા વર્ષ માટે કોઈ પણ ધંધો, વ્યવસાય કે કાર્ય શરૂ કરવાનો આ ઉત્તમ દિવસ હોય છે. કારણ કે તે “લાભાત્ વા, લક્ષણાત્ વા.” એટલે કે લાભ અપાવતી કે લક્ષ્ય અપાવતી પંચમી છે. માટે દિવાળી પર્વ દરમિયાન બંધ થયેલું કામ આ દિવસ થી શરૂ કરવામાં આવે છે. માતા લક્ષ્મી, ગણપતિ બાપા અને તેમના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તેમજ પુત્રો શુભ અને લાભ એ આ પર્વના પ્રતીકો છે.

લાભ પાંચમની પૂજા વિધિ
આ દિવસે ભાઈઓ અને ગૃહિણીઓ સવારે વહેલા સ્નાન કરીને ઘર, દુકાન અને ઓફિસની સફાઇ તેમજ સજાવટ કરે છે. ત્યારબાદ વિઘ્નહર્તા ગણેશ અને માતા લક્ષ્મીની છબી કે મૂર્તિની સ્થાપના કરી લાલ વસ્ત્ર, લાલ ફૂલો, અક્ષત, કળશ, શ્રીફળ, સોપારી અને પ્રસાદ ધરી તેમની પૂજા કરે છે. મંદિરે હિસાબનો ચોપડો રખાય છે. ઉંબરે કંકુથી ‘શુભ – લાભ’ તેમજ સ્વસ્તિક થાય છે. હિસાબના ચોપડાના પ્રથમ પાને લાલ પેનથી ‘શ્રી ગણેશાય નમઃ’ અને ‘શ્રી સવા’ લખીને ધંધા અને વ્યવસાયનું શુભારંભ કરાય છે. આ ઉપરાંત લોકોમાં મોટી દુકાનો અને ઓફિસના બધા સદસ્યો સાથે વિશેષ પૂજા અને હવનનું આયોજન કરી માતા લક્ષ્મીને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો પણ ઉત્સાહ હોય છે.
જૈનો માટે ‘જ્ઞાન પંચમી’
એક તરફ જયાં હિન્દુ ધર્મમાં કારતક સુદ પાંચમ ઉજવવામાં આવે છે ત્યાં જ જૈન ધર્મમાં તેને ‘જ્ઞાન પંચમી’ કહેવાય છે. જ્ઞાન પંચમી એ સૌ જૈન લોકો માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરે છે. નવા વર્ષમાં જ્ઞાન મેળવવા માટે માતાની સફેદ વસ્તુઓ જેમ કે સફેદ વસ્ત્ર, સફેદ ફૂલ, ચંદન, ચાંદીના સિક્કાઓ વગેરે થી પૂજા કરાય છે. મીઠું દૂધ, ખીર કે સફેદ રંગની મિઠાઇની પ્રસાદ ધરાય છે. આમ જ્ઞાન પંચમી સાથે જૈનો નવા વર્ષના કાર્યોની શરૂઆત કરે છે.
લાભ પાંચમે ભૂલથી પણ ન કરતા આ પાંચ કામ!
- નવા વર્ષે નવું વ્યાપાર, ધંધો કે કાર્ય શરૂ કરવા જઈ રહેલા કોઈ પણ વ્યક્તિ કે ગૃહિણીએ આ દિવસે સવારે મોડે સુધી સૂઈ ના રહેવું. કહેવાય છે કે સૂતેલા વ્યક્તિનું ભાગ્ય પણ સૂતેલું રહે છે.
- આ દિવસે સ્નાન કર્યા વિના ધંધા કે વ્યાપારના સ્થળે અને ઓફિસમાં પ્રવેશ કરવો નહીં. નવા વર્ષ સાથે શરૂ થનારી આજીવિકાની ઉત્તમ તકો માટે માતા લક્ષ્મી અને ગણપતિ બાપ્પાની હાજરી કાર્યસ્થળોએ રહે છે. સ્નાન કર્યા વિના પ્રવેશ કરવાથી શુભ પરિણામ મળતું નથી.
- આ દિવસે ફક્ત કોઈ એક ભગવાન નહીં પરંતુ માતા લક્ષ્મી અને ગણપતિ બન્નેનું પૂજન અવશ્ય કરવું. માતા લક્ષ્મી સૌભાગીના આશીર્વાદ આપે છે તો ભગવાન ગણેશ આવનારા સંકટ અને વિઘ્નો દૂર કરે છે.
- આ દિવસે જો દ્વાર પર કોઈ સાધુ, સંત કે જરૂરતમંદ વ્યક્તિ આવે તો તેમણે ખાલી હાથે મોકલવું નહીં. યથાશક્તિ દાન દક્ષિણા કે ભોજન અવશ્ય કરાવવું. ભગવાન કોઈ પણ સ્વરૂપે આવીને આશીર્વાદ આપી શકે છે.
- નવા વર્ષે શરૂ કરી રહેલા કર્યો કે વ્યાપાર ધંધામાં કેવળ સ્વાર્થની ભાવના સાથે ભગવાનની પૂજા કરવી નહીં. પોતાની સાથે જોડાયેલા દરેક સદસ્ય અને પરિવાર સૌના કલ્યાણની ભાવના સાથે પૂજન અને આરાધના કરવી.
Labh Panchami 2024 WhatsApp & Facebook Status
Mahalaxmi Mantra for Laxmi Puja Vidhi
Labh Panchami 2024 Ganesh Mantra
આ પણ વાંચો: એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’ | Atulya Varso | Breaking News 2024
Labh Pancham Wishes in Hindi English | 40+ Happy Labh Panchami 2024 Best Greetings, Messages, Status Video | लाभ पंचमी
મેસેજ અને સ્ટેટસ | Labh Pancham Wishes, Greetings, Messages in Gujarati









