રામ નવમી ક્યારે મનાવવામાં આવે છે ?| ભવ્ય રથયાત્રા| ધાર્મિક માન્યતા, કથા | Best 10 Stories on Culture
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પર્વ! જેને સનાતન સંસ્કૃતિ ‘રામ નવમી’ તરીકે ઉજવે છે. ચૈત્ર નવરાત્રીનો એ અંતિમ દિવસ અને પ્રભુ શ્રી રામનો જન્મદિવસ વિશ્વભરમાં વસતા ભક્તો ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવે છે. આજે ‘પર્વની પાઠશાળા’ માં આપણે રામ નવમી પર્વ, તેની ઉજવણી, વિધિ-વિધાન અને કથા વિશે તો વાત કરીશું જ, સાથે સાથે શ્રી રામચરિતમાનસના દોહા સહિત ભગવાન રામ જન્મ અને તેમના માતા-પિતા વિશેની રોચક વાતો પણ જાણીશું.
રામ નવમી નું આકર્ષણ- ભવ્ય રથયાત્રા
ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે કે ‘રામ નવમી’ દરેક નાના-મોટા શહેરો, રામ મંદિરો અને તેમના દરેક ભક્તના ઘરે હર્ષોલ્લાસથી ઉજવાય છે. જાહેર જનતા માટે રામ કથા અને રામચરિતમાનસના પાઠ-પઠન કાર્યક્રમો અને ઠેરઠેર ભજન તેમજ સત્સંગ રચાય છે. મંદિરોમાં અખંડ રામધૂન માટે ભક્તો એકત્ર થાય છે.
આ પર્વનું સૌથી મોટું આકર્ષણ એ ભવ્ય રથયાત્રા અને શોભા યાત્રા છે, જે ભારતમાં અયોધ્યા, ઉત્તર પ્રદેશમાં સીતા સંહિત સ્થળ, બિહારમાં સીતામઢી, તેલંગાણામાં ભદ્રાચલમ, આંધ્ર પ્રદેશમાં કોદંદરામ મંદિર અને તમિલનાડુમાં રામેશ્વરમ મંદિરે ભવ્યાતિભવ્ય આયોજન સાથે રચાય છે. આ યાત્રાનો લાભ લેવા દેશવિદેશથી શ્રદ્ધાળુઓ પધારે છે. આ ઉપરાંત એવા અન્ય નગરો અને મહાનગરો પણ છે, જે રથયાત્રા માટે ખૂબ જાણીતા છે. આ દિવસે સરયૂ નદીમાં સ્નાન કરીને રામ મંદિર દર્શન કરવાનો સૌભાગ્ય મેળવવા દુનિયાભરથી ભક્તો અયોધ્યા નગરીમાં આવે છે.

રામ નામ નું મહત્વ | ભગવાન રામ વિશે માહિતી
રામ નવમી પર્વના દિવસે ભક્તો વ્રત અને ઉપવાસ ધારણ કરે છે. ભગવાન રામની પૂજા, અભિષેક, અને શૃંગાર થાય તથા ભોગ ધરાવાય છે. ભક્તો રામ નામની માળા, મંત્રજાપ અને ધ્યાન કરે છે. ‘રામ’ નામ લેવા માત્રથી ભવબંધન પાશ નષ્ટ થાય એવું શાસ્ત્રોએ કહ્યું છે.
કલિયુગમાં ફક્ત ‘રામ’ નામ સ્મરણ પણ જીવને ઉઘારી શકે છે. કારણ કે ‘રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ આપે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે.
આ ઉપરાંત ગ્રંથોએ ‘ર’ કાર બ્રહ્મમય કહ્યો છે, ‘અ’ કાર વિષ્ણુમય કહ્યો છે. અને ‘મ’ કાર શિવમય કહ્યો છે. આ રીતે ‘રામ નામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. વલિયો લુટારો ‘મરા મરા’ કહી કહીને ‘રામ રામ’ બોલ્યો અને લુટારા માંથી ઋષિ વાલ્મીકિ બન્યો. આ છે રામ નામની મહિમા!
રામ જન્મ ની કથા
હવે જો રામ જન્મ કથાની સંક્ષિપ્તમાં વાત કરીએ તો રામચરિતમાનસના બાલકાંડમાં ભગવાન રામના જન્મની કથા છે. ૧૮૮માં દોહા પછીની ચોપાઈમાં શ્રી તુલસીદાસજી એ કહ્યું કે ‘એક બાર ભૂપતિ મન માહીં, ભઈ ગ્લાનિ મોરે સુત નાહીં.’ અર્થાત્ એક વાર ચક્રવર્તી રાજા દશરથને પુત્ર ન હોવાનું મનમાં દુઃખ થયું. ત્યારે તેઓ પોતાના ગુરુ વશિષ્ઠ પાસે ગયા અને પોતાનું દુઃખ જણાવ્યું.
ગુરુ વશિષ્ઠ એ ઋષિ શૃંગીને બોલાવી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યું. યજ્ઞ માંથી ખીરનો પાત્ર લઈને અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા. એ ખીરનો પ્રસાદ રાજાએ કૌશલ્યા, કૈકઈ અને સુમિત્રાને આપ્યો. પ્રભવ સવંતસર, ચૈત્ર શુક્લ નવમી, પુનર્વસુ નક્ષત્ર અને અભિજીત મુહૂર્તમાં મધ્યાહન સમયે ભગવાન રામનો જન્મ થયો.
ખરેખર ભગવાન રામનો જન્મ, માતા-પિતા કૌશલ્યા અને દશરથ માટે દેખાય છે એટલું સરળ ન હતું. ભગવાન રામને પુત્ર રૂપે પામવા માટે તેમણે ફક્ત એ જન્મમાં નહીં પરંતુ પૂર્વ જન્મમાં ઘોર તપસ્યા કરી હતી. શ્વેત વરાહ કલ્પમાં પ્રથમ મન્વંતરમાં બ્રહ્માજીના પ્રથમ માનસ પુત્ર સ્વયંભુવ મનુ એ પ્રથમ મનુ થયા. તેમની અત્યંત સુશીલ અને ધર્મ પારાયણ પત્ની હતા શતરૂપા. સતત ચાર યુગ સુધી રાજ કર્યા બાદ વૃદ્ધત્વમાં મનુ અને શતરૂપાને જીવન દરમિયાન ભક્તિ ન કર્યાનું દુઃખ થયું. તેથી તેમણે પુત્ર ઉત્તાનપાદ (ધ્રુવના પિતા) ને રાજ્ય આપી નૈમિષારણ્યમાં ગયા.
‘બરસ સહસ દસ ત્યાગેઉ સોઉ. ઠાઢે રહે એક પદ દોઉ.’ અર્થાત્ હજારો વર્ષો સુધી તપ કર્યું. પહેલા અન્ન છોડ્યું, પછી જળ છોડ્યું અને પછી યોગશક્તિ વડે વાયુ (શ્વાસ)નું પણ ત્યાગ કરીને દસ હજાર વર્ષ સુધી એક પગ પર ઊભા રહીને ઘોર તપ કર્યું. જ્યારે મનુ દંપતીનું શરીર મૃતપાય થયું ત્યારે વરદાન માંગવા માટે આકાશવાણી થઈ. મનુ દંપતી એ ભગવાન વિષ્ણુનું રામ સ્વરૂપને જોવાની કામના કરી. ભગવાન રામ સ્વરૂપમાં પ્રગટ થયા.
બાલકાંડના ૧૪૯માં દોહામાં મનુ એ ભગવાન પાસે વરદાન માંગ્યું કે ‘દાની સિરોમની કૃપાનિધિ, નાથ કહઉં સતીભાવ. ચાહઉં તુમહિ સમાન સુત, પ્રભુ સન કવન દુરાવ.’ અર્થાત્ મને આપના સમાન કે આપ જ પુત્ર સમાન મળો એ ઈચ્છા છે; હું કેમ છુપાઉં! એટલે મનુ દંપતીની પરમ ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને ભગવાને ‘એવમસ્તુ’ કહ્યું અને જણાવ્યું કે તમે વિશાળ અયોધ્યા નગરીના ચક્રવર્તી રાજા બનશો અને હું તમારા પુત્ર રૂપે પ્રગટ થઈશ. આમ, ફક્ત એક જન્મ નહીં ગત જન્મના તપ, ધ્યાન અને ભક્તિના પ્રતાપે રાજા દશરથ અને માતા કૌશલ્યાને ભગવાન શ્રી રામ મળ્યા.
શ્રી તુલસીદાસજી એ કહ્યું છે કે ‘રામ નામ રતિ રામ ગતિ, રામ નામ બિસ્વાસ. સુમિરત સુભ મંગલ કુસલ, દુહુ દિસિ તુલસીદાસ.’ અર્થાત્ જેમને રામનામમાં પ્રેમ હોય, રામમાં જ ગતિ હોય, રામનામ માં જ વિશ્વાસ હોય, તેમને માટે રામ નામ સ્મરણ કરવાથી જ શુભ અને મંગલ થાય છે. હવે આગામી અંકમાં આપણે એવા રામ ભક્તની વાત કરીશું જે આજે પણ ચિરંજીવી રહીને રામ નામનું સ્મરણ કર્યા કરે છે; વાત કરીશું રામ ભક્ત હનુમાન અને તેમના જન્મોત્સવ પર્વની.
રામ નવમી ગુજરાતી મેસેજ | Ram Navami Wishes in Gujarati | રામ નવમી ની શુભેચ્છા
- રામનવમી શુભ રહે! ભગવાન રામજી તમારું જીવન પ્રેમ અને ભક્તિથી ઉજ્જવળ કરે! 🚩🔥
- શ્રી રામ ચંદ્રજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે! જય શ્રી રામ! 🚩🙏
- શ્રી રામ ના આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે! શુભ રામ નવમી! 🌸✨
- રામ નવમીના પાવન અવસરે તમારું હૃદય ભક્તિ અને શાંતિથી ભરાઈ જાય! જય શ્રી રામ! 🌿🏹
- આજના પવિત્ર દિવસે શ્રી રામજીના આશીર્વાદથી તમારું જીવન ધર્મના પથ પર આગળ વધે! 📖✨
- ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી તમારું ઘર સુખ-શાંતિ અને સમૃદ્ધિથી ભરાય! શુભ રામ નવમી! 🏡💖
- રામ નવમી પર શ્રી રામજીના ગુણોને સ્વીકારી ધર્મ અને કર્તવ્યના માર્ગે ચાલવાનું સંકલ્પ લો! 🕉️🌟
- જય શ્રી રામ! શ્રી રામજીની કૃપાથી તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા થી ભરાઈ જાય! 🏹✨
- આ રામ નવમી તમારા અને તમારા પરિવાર માટે હર્ષ, શાંતિ અને ઉન્નતિ લાવે! 🌸💛
- ભગવાન શ્રી રામ તમારું જીવન સત્ય, ભક્તિ અને પરોપકારથી પરિપૂર્ણ કરે! 💙🙏
- શ્રી રામ ના માર્ગદર્શનમાં ચાલીને જીવનમાં સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય! શુભ રામ નવમી! 🛕💫
- રામ નવમી નિમિત્તે તમારું જીવન પ્રેમ, શાંતિ અને સદાચારથી ભરાઈ જાય! જય શ્રી રામ! ✨🏵️
- ભગવાન રામજીના આશીર્વાદ તમને હંમેશા ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપે! 🚀🌿
- આજના પવિત્ર દિવસે ભગવાન રામ તમારા જીવનમાંથી બધા દુઃખો દૂર કરે! શુભ રામ નવમી! 🏹🙏
- જય શ્રી રામ! ભગવાન રામજી તમારું જીવન પ્રકાશમય અને પવિત્ર બનાવે! 💖✨
- ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી તમારા બધા સંકટો દૂર થાય અને નવા ઉન્નતિમય માર્ગો ખુલે! 🌟🏹
- આ પવિત્ર દિવસે ભગવાન રામજી તમારા હૃદયમાં પ્રેમ અને શાંતિ ભરે! શુભ રામ નવમી! 🌸💙
- ભગવાન રામ તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે! જય શ્રી રામ! 🕉️✨
- આજે શ્રી રામજીના આશીર્વાદથી તમારું જીવન ધર્મમય અને પવિત્ર બને! 📖🌿
- જય શ્રી રામ! ભગવાન રામના ગુણો સ્વીકારી તમારું જીવન ઉજ્જવળ બનાવો! 🚩✨
- રામ નવમી પર ભગવાન રામજી તમને સદાય સાચા માર્ગે આગળ વધવાની શક્તિ આપે! 🏹🙏
- શ્રી રામ ના આશીર્વાદથી તમારું હૃદય ભક્તિ અને કરુણાથી ભરાઈ જાય! 💛🌟
- આજના પવિત્ર દિવસે ભગવાન રામના ગુણો અપનાવવાનું સંકલ્પ લઈએ! જય શ્રી રામ! 🕊️📖
- જય શ્રી રામ! રામ નવમી તમારા જીવનમાં શાંતિ અને આનંદ લાવે! 🌿🏡
- શ્રી રામ ના આશીર્વાદથી તમારું પરિવાર સુખ-સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય! 🏵️💙
ડૉ. કૃપેશ ઠક્કરની અન્ય બેસ્ટ સેલર પુસ્તકો
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.


