લાભ પાંચમ 2024 તારીખ, મહત્વ અને પૂજા વિધિ | Happy Labh Pancham Wishes, Greetings, Messages in Gujarati
‘લાભ પાંચમ’ એટલે દિવાળી પર્વ પછીથી કારતક મહિનાથી શરૂ થતા નવા વર્ષના દિવસોની શૃંખલનો પાંચમો દિવસ. આ વર્ષે લાભ પાંચમ 6 નવેમ્બરે આવે છે. હિન્દુ ધર્મમાં કારતક સુદ પાંચમ ને એ સિવાય ‘લાભ પંચમી’, ‘સૌભાગ્ય પંચમી’ અને ‘લાખેણી પંચમી’ પણ કહેવામાં આવે છે. નવા વર્ષ માટે કોઈ પણ ધંધો, વ્યવસાય કે કાર્ય શરૂ કરવાનો ઉત્તમ દિવસ હોય છે લાભ પાંચમ. કારણ કે તે “લાભાત્ વા, લક્ષણાત્ વા.” એટલે કે લાભ અપાવતી કે લક્ષ્ય અપાવતી પંચમી છે. માટે દિવાળી પર્વ દરમિયાન બંધ થયેલું કામ આ દિવસ થી શરૂ કરવામાં આવે છે. માતા લક્ષ્મી, ગણપતિ બાપા અને તેમના પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તેમજ પુત્રો શુભ અને લાભ એ આ પર્વના પ્રતીકો છે.
Read More