ચલો રામ બને કાર્યશાળા સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની કચ્છના વિવિધ સ્થળોએ થઈ ઉજવણી | Best of Chalo Ram Bane Workshop 2025
Chalo Ram Bane Workshop: હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, પર્વ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ દ્વારા ચલો રામ બને કાર્યશાળાનું અંજારના કૃપ ગુરુકુલ ખાતે આયોજન થયું. જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી શરૂ થયેલા આ પ્રોજેક્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ એ ભાગ લીધો અને ગીતકાર, સંગીતકાર અને શિક્ષણવિદ્ ડૉ. કૃપેશ ઠક્કર તથા ફિલ્મ નિર્માતા અને ગુરુકુલની આચાર્યા ડૉ. પૂજા ઠક્કરના નેતૃત્વ હેઠળ ભગવાન રામના ચરિત્ર અધ્યયન સાથે એકાગ્રતા, નિયંત્રણ અને નેતૃત્વ જેવા ગુણો કેળવવાની તાલીમ મેળવી.

ચલો રામ બને કાર્યશાળાના આયોજનમાં ભુજની કીડઝી સ્કૂલ સૌ પ્રથમ જોડાઈ
આ કાર્યશાળાના કલ્ચર ઍમ્બેસેડર બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ભગવાન રામ જેવા ગુણોનો વ્યાવહારિક ઉપયોગ કરતા વિવિધ પ્રવૃતિઓનું પ્રતિનિધિત્વ કર્યું. તેમજ કાર્યશાળાના આયોજન થકી એકત્રિત થયેલા ભંડોળનું ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ ના જનજાગૃતિ અભિયાનમાં ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી. આ કાર્યશાળાની ભવ્ય સફળતા બાદ ભુજની કીડઝી સ્કૂલ સૌ પ્રથમ જોડાઈ અને ઉર્વીબેન ચંદે એ પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકોના સર્વાંગી વિકાસ માટે દ્વિતીય કાર્યશાળાનું આયોજન કર્યું. જેનો સાંઇઠથી પણ વધુ બાળકોએ લાભ લીધો.

અંજાર લોહાણા મહિલા મંડળની આગેવાની હેઠળ તૃતીય કાર્યશાળાનું આયોજન
ત્યારબાદ અંજારથી લોહાણા મહાજને સમાજ કલ્યાણ અર્થે લોહાણા મહિલા મંડળની આગેવાની હેઠળ તૃતીય કાર્યશાળાનું આયોજન કર્યું. જેમાં બાળકો, યુવાઓ અને વાલીઓ સહિત પચાસથી વધુ લોકો જોડાયા. કાર્યક્રમમાં મહાજન પ્રમુખ શ્રી પિન્ટુભાઈ ચંદે અને મહંતશ્રી કીર્તિદાસજી મહારાજ તથા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રૂપલબેન ભીંડે, અલ્પાબેન દક્ષિણી અને ચેતનાબેન ઠક્કર અને અન્ય સદસ્યો પણ હાજર રહ્યા. તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મીતાબેન પલણ એ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરએ કહ્યું કે “પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કચ્છની વિવિધ સંસ્થાઓ સાથે મળીને ‘ચલો રામ બને’ કાર્યશાળાના આયોજન થકી ભગવાન રામની ભક્તિ સાથે કર્મયોગ કરવાનો અમને આનંદ છે.”

બેસ્ટ સેલર પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ આધારે કાર્યશાળાનું નિર્માણ થયું
તો ડૉ. કૃપેશ એ કહ્યું કે “રામાયણ અને રામ ચરિત માનસમાં દર્શાવેલ ભગવાન રામ જેવા ગુણોના વ્યાવહારિક ઉપયોગ થકી વ્યક્તિત્વ વિકાસ સાધવાના મારા જીવનના સત્ય પ્રયોગો પર બેસ્ટ સેલર પુસ્તક ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’ લખાયું છે. આ જ પુસ્તકને આધારે કાર્યશાળાનું નિર્માણ થયું છે.” વધુમાં ડૉ. પૂજા એ જણાવ્યું કે ‘છેલ્લા બે વર્ષમાં આ કાર્યશાળાનો કચ્છના હજારો બાળકોએ લાભ મેળવ્યો છે. વાલીઓના હકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં લઈને આ વર્ષે સંસ્થાએ ‘ચલો રામ બને’ ના સાપ્તાહિક કોર્સનું અંજારના કૃપ ગુરુકુલ ખાતે આયોજન કર્યું છે. જેમાં લોકો દર અઠવાડિયે તાલીમ મેળવી શકશે.”

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યશાળામાં પ્રશિક્ષણ મેળવીને તૈયાર થયેલા બાળકો ‘કલ્ચર એમ્બેસડર’ રૂપે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓમાં સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે કાર્ય કરીને અન્ય બાળકોને પ્રેરણા આપે છે.
ડૉ. કૃપેશ ઠક્કરની અન્ય બેસ્ટ સેલર પુસ્તકો
ચલો રામ બને સ્પેશિયલ ગીતો | Chalo Ram Bane Workshop Songs
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.






