ફિલ્મમાં સંગીત કમ્પોઝ કરતી 12 વર્ષીય બાળ કલાકાર વાચા ઠક્કર સાથે એક મુલાકાત | Trending Artist of 2025
હાલમાં આજની પેઢીને પ્રેરણા આપવા ભારતના ઇતિહાસમાં દેશપ્રેમ માટે શહિદ થઈ ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપતા 26 મી ડિસેમ્બરે વીર બાળ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ચાલો દેશભક્તિ ગીતો, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ સર કરી હોય એવી એક બાળ કલાકાર વાચા ઠક્કર ની વાત કરીએ. આજના આ ખાસ દિવસે કચ્છની 12 વર્ષીય વાચા એ સૌથી નાની વયની મ્યુઝિક કમ્પોઝર તરીકે જનજાગૃતિના લક્ષ્યથી નિર્માણ પામી રહેલ ફિલ્મમાં પદાર્પણ કર્યું છે.

બાળ કલાકાર વાચા ઠક્કરની બહુવિધ પ્રતિભા | Veer Bal Diwas Special Story
સફળતાના આ શિખર સુધી પહોંચતા પહેલા વાચા એ જે કારકિર્દી ઘડી છે એનું પરિચય મેળવીએ તો વાચા ઠક્કર એક ગાયિકા, બાળ અભિનેત્રી, લેખિકા, કલાકાર, સંગીતકાર, ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર અને ચેન્જમેકર પણ છે. આ ઉપરાંત તે ગૂંજે ગીતા યુએસ એમ્બેસેડર તથા ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટની ગુડવિલ એમ્બેસેડર છે.
તેને હાલમાં ‘ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ’ તરફથી ‘યંગેસ્ટ મલ્ટી લિંગવલ ઓથર’ નો વર્લ્ડ રેકોર્ડ પણ એનાયત થયો છે. આ ઉપરાંત તે યંગેસ્ટ એન્ટ્રપ્રનર અને સીઇઓ છે. તેણે પર્વ ઠક્કર સાથે મળીને ‘પર્વ પબ્લિશિંગ’ નામની પ્રકાશન સંસ્થાની સ્થાપના કરી છે. તે ગુજરાતી અને હિન્દી સંગીત જગત, સંસ્કૃતિ અને સમાજ સેવા તેમજ સાહિત્ય ક્ષેત્રે આપેલા યોગદાન માટે જાણીતી છે.
ગાયિકા અને અભિનેત્રી તરીકે:
વાચાના 50+ મ્યુઝિક આલ્બમ વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તે ભક્તિ ગીતો, દેશભક્તિ ગીતો તેમજ પારિવારિક પોપ ગીતો ગાય છે. તેણે જન ગન મન મ્યુઝિક વિડિયોમાં ડેબ્યૂ કરીને માત્ર અઢી વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 30 મિલિયન+ વ્યુઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત તેના મંગલ ભવન રામ ધૂન ને 2 મિલિયન વ્યુઝ અને હૈ નમન, શહીદો કો સલામ ગીતને 1.5+ મિલિયન વ્યુઝ અને તું છે ઓ ગીતને 1+ મિલિયન વ્યુઝ સાથે ભારે લોકચાહના મળી છે.
યુટ્યુબ પર જન ગન મનનું નોટેશન વર્ઝન ગાનારી તે એકમાત્ર ગાયિકા છે. આ ગીતને પણ 18+ લાખ વ્યુઝ મળ્યા છે. આ સિવાય 9 લાખ વ્યુઝ સાથે જલારામ ધૂન, 3 લાખ વ્યુઝ સાથે રઘુપતિ રાઘવ રાજા રામ, 2 લાખ વ્યુઝ સાથે ઐ વતન વંદે માતરમ મ્યુઝિક વિડિયોને પણ ભારે પ્રતિસાદ મળ્યો છે. જેમાં તેની ઉત્તમ ગાયકી સાથે સુંદર અભિનય જોવા મળે છે. આ સિવાય તેના અન્ય ગીતો લવ યુ મા, રામ રાખે તેમ રહીએ, લાડલી બેની, મંગલમય સબ કર દેના, પપ્પા મારા સુપરમેન, ઢીંગલી પણ લોકપ્રિય રહ્યા છે.
તેના ગીતો ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો સાથે “ધ મ્યુઝિકલ ડીવાસ” અને “મોર્ડન મહિલા” આલ્બમમાં લોન્ચ થયા છે. તેના બધા ગીતો વિશ્વભરના 200+ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ થયા છે. જિયો સાવનમાં તેનો ગીત બોલિવૂડના છેલ્લા દસ વર્ષના વીસ ટોપના ગીતોમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આ ઉપરાંત સાવન પર તેના ગીતો ‘સ્પોટ લાઇટ’ માં પણ રહ્યા છે.

બાળ કલાકાર વાચા ઠક્કર પરફોર્મર તરીકે:
વાચા એ પર્વ ફ્યુઝન બેન્ડની મુખ્ય ગાયિકા તરીકે 100+ શોમાં પરફોર્મ કર્યું છે. ભારતના સૌ પ્રથમ ફેમિલી બેન્ડ તરીકે ઓળખાતા તેના આ બેન્ડમાં તે ગીતકાર, સંગીતકાર અને ગાયક ડો. કૃપેશ ઠક્કર, ફિલ્મ નિર્માતા ડો. પૂજા ઠક્કર અને વિશ્વના યંગેસ્ટ સિંગર તરીકે પ્રસ્થાપિત પર્વ ઠક્કર સાથે આધ્યાત્મિક ભજનો તેમજ ગિટાર પર ભગવદ્ ગીતા પ્રસ્તુત કરે છે.
વાચા એ ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના બેન્ડ સાથે “ગૂંજે ગીતા” ના 100 શો સફળતાપૂર્વક પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો. તથા “ગૂંજે ગીતા શતક મહોત્સવ” અંતર્ગત ભવ્ય ઉજવણી કરી. જેની ગુજરાતના મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી, પર્યાવરણ મંત્રી તેમજ કચ્છના સાંસદ એ પણ પ્રશસ્તિ પત્ર આપી સરાહના કરી છે. તે સ્થાનિક ગૌશાળાઓમાં ગાયો માટે પણ ‘ગૌશાલા મેં ગૂંજે ગીતા’ પ્રોજેક્ટ અંર્તગત સંગીતમય ભગવદ ગીતા ગાય છે. આગામી વર્ષ માટે તે ગૂંજે ગીતા વર્લ્ડ ટુર ની તૈયારી કરી રહી છે.
હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા ઉજવાયેલા ગીતા જયંતી પર્વ 2024 અંતર્ગત ‘મૈં ભી અર્જુન’ કાર્યક્રમમાં તેમણે સૌથી વધુ લોકો સાથે ગૂંજે ગીતા પઠન કરવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. જે બદલ ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી તેમને વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો.
બાળ કલાકાર વાચા ઠક્કર લેખિકા તરીકે:
વાચા ઠક્કરના હમણાં સુધીમાં કુલ 12 પુસ્તકો વૈશ્વિક સ્તરે ‘પર્વ પબ્લિશિંગ’ અંતર્ગત પ્રકાશિત થયા છે. તેનું પ્રથમ પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ: ઇંડિયન કલ્ચર ફોર કિડ્સ’ 11 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રકાશિત થયું. જેમાં સનાતન સંસ્કૃતિ આધારિત કોયડાઓ છે. બાળકો અને યુવાઓમાં લોકપ્રિય એવા આ પુસ્તકને સ્થાનિક તેમજ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પુરસ્કાર મળ્યા છે.
આ ઉપરાંત તેના અન્ય પુસ્તકો ‘ગીતા વર્ડ સર્ચ’, ‘સનાતન સંસ્કાર સિંચન પુસ્તક’, રામાયણ વર્ડ સર્ચ’ અને ‘મહાભારત વર્ડ સર્ચ’ પર શાળા અને કોલેજોમાં પરીક્ષાઓ લેવાય છે. તેમજ તેના આ પુસ્તકોનો ઉપયોગ ‘સનાતન ચેમ્પિયન્સ લીગ’ નામના આંતરરાષ્ટ્રીય ક્વિઝ પ્રતિયોગિતામાં પણ કરવામાં આવે છે. 2024 માં, તેનું પ્રથમ કચ્છી પુસ્તક ‘કચ્છી કિલકિલાટ: શબ્દ જી રાંધ’ પ્રકાશિત થયું. આ સાથે જ તેને ગુજરાતી, હિન્દી. અંગ્રેજી, સંસ્કૃત અને કચ્છી એમ બહુવિધ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરવા બદલ ‘ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ’ અંતર્ગત ‘યંગેસ્ટ મલ્ટી લિંગવલ ઓથર’ નો વિશ્વ વિક્રમ હાંસલ કર્યો.

ચેન્જમેકર તરીકે:
વાચા ઠક્કર એ ગિવ વાચા ફાઉન્ડેશનની ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર છે. તે સનાતન ધર્મ અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટે NGO પ્રોજેક્ટના થીમ સોંગને કંઠ આપે છે. તેમજ 50+ પ્રોજેક્ટ હેઠળ સમાજ સેવાના કાર્યો કરે છે. “પર્વ કી પાઠશાલા” પ્રોજેક્ટના ભાગરૂપે, તે જરૂરતમંદ બાળકોને ભણાવે છે. તથા “ગુંજે ગીતા કેન્દ્ર”માં નિઃશુલ્ક ભગવદ્ ગીતા પઠન પણ શીખવે છે.
સંગીતકાર તરીકે:
વાચાએ 7 વર્ષની નાની ઉંમરથી ગીતો કંપોઝ કરવાનું શરૂ કર્યું હતું. તેણીએ પર્વ ફ્યુઝન બેન્ડના ભાગ રૂપે તેના ઘણા ભક્તિ ગીતો તેમજ પોપ ગીતો કંપોઝ કર્યા છે. સંગીતકાર તરીકે, તેણી “ધ નોટેશન ગર્લ” તરીકે ઓળખાય છે. તેની વિશેષ પ્રતિભા છે કે તે બંધ આંખે પણ કીબોર્ડ વગાડી શકે છે. આ સાથે જ આગામી વર્ષમાં આવનારી તેની પ્રથમ ફિલ્મ સાથે અન્ય ફિલ્મોમાં પણ સંગીતકાર તરીકે કાર્ય કરવાની પૂર્વ તૈયારીઓ કરી રહી છે.
યંગેસ્ટ એન્ટ્રેપ્રનર: વાચા ઠક્કર
સાહિત્ય ક્ષેત્રે પુસ્તકો પ્રકાશિત કરવા વાચા ઠક્કર અને તેના ભાઈ પર્વ ઠક્કરએ ‘પર્વ પબ્લિશિંગ’ પ્રકાશન સંસ્થાની 2022 માં સ્થાપના કરી. જે બાળકો દ્વારા ચાલતી અને બાળકોનું સાહિત્ય પ્રકાશિત કરતી વિશ્વની પ્રથમ સંસ્થા છે. યંગેસ્ટ CEO તરીકે પર્વ અને વાચા વિવિધ પ્રવૃતિઓ દ્વારા યુવા સર્જકોને સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત વ્યક્તિત્વ અને કારકિર્દી ઘડતર તેમજ વ્યાવસાયિક કૌશલ્યો વિકાસ માટે પ્રેરણા આપે છે.
બાળ કલાકાર વાચા ઠક્કરના પુરસ્કારો:
વાચાએ ગાયન અને અભિનય ક્ષેત્રે તેના કાર્ય માટે ઘણા પુરસ્કારો અને સન્માન મેળવ્યા છે. હંગામા મ્યુઝિક, શ્રી લોહાણા મહાપરિષદ, ઓમકારધામ ધ્યાનતીર્થ, ઓલ ઈન્ડિયા મલયાલી એસોસિએશન, કર્મા ફાઉન્ડેશન, અતુલ્ય વારસો, ગુરુદ્વારા, લોહાણા મહાજન, BAPS મંદિર, આશાપુરા ફાઉન્ડેશન, ઇનર વ્હીલ ક્લબ, રોટરી ક્લબ, ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટ, દૂન પબ્લિક સ્કૂલ, તોલાની કોલેજ સહિત ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે.
જેમાં ‘શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભા એવોર્ડ’, ‘બાલ સરસ્વતી એવોર્ડ’, ‘બાલ શિરોમણી એવોર્ડ’, ‘પ્રથમ પુસ્તક પ્રોત્સાહન એવોર્ડ’, ‘અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ’ જેવા મુખ્ય પુરસ્કારો સામેલ છે. તેના ગીતો એફએમ રેડિયો તેમજ વિવિધ ટીવી ચેનલો પર પણ પ્રસારિત થાય છે.

બાળ કલાકાર વાચા ઠક્કરની વિશેષ ઉપલબ્ધિ: | Veer Bal Diwas Special Story
- ફક્ત 8 વર્ષની વયે તેના ગીતો “ધ મ્યુઝિકલ ડીવાસ” અને ‘મોર્ડન મહિલા’ નામના આલ્બમમાં જાણીતા કલાકારો અલ્કા યાજ્ઞિક, ઐશ્વર્યા મજમુદાર, જોનીતા ગાંધી, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, ઈશાની દવે, હાર્દિક દવે અને રાજા હસન જેવા નામી ગાયકો સાથે રિલીઝ થયા હતા.
- તેના ગીતને Jio Saavn ટ્રેન્ડિંગ સોંગ્સમાં ‘Bollywood Decade 2010s’ પ્લેલિસ્ટમાં નંબર 1 નું સ્થાન મળેલ છે.. તેણીના હિટ ગીતોની પ્લેલિસ્ટને Jio Saavn દ્વારા સ્પોટલાઇટ તરીકે રિલીસ કરવામાં આવી છે.
- તેને ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
- યુટ્યુબ દ્વારા જાહેર થયેલ 2024 આર્ટિસ્ટ રીકેપ અનુસાર વાચાની યુટ્યુબ ચેનલ પર 170 મિલિયન લોકોએ તેના ગીતો માણ્યા છે.
Trending Songs of Vacha Thacker
Books by Vacha Thacker
| BOOK TITLE | CREDIT | RELEASE DATE |
|---|---|---|
| Mahabharat for Kids | Author | November 01, 2024 |
| Sanatan Shabda Shodh | Author | September 14, 2024 |
| Gita Shabdanveshanam | Author | August 26, 2024 |
| Vishnu Puran: Dashavatar Stories for Kids | Author | August 26, 2024 |
| Sanatan Sanskar Sinchan Pustak 1: Parv Ni Pathshala | Author | August 11, 2024 |
| Kutchi Kilkilat: Shabde Ji Raandh | Author | July 07, 2024 |
| Mahabharat Word Search: Indian Culture For Kids | Author | May 21, 2024 |
| Swaminarayan Word Search: Indian Culture For Kids | Author | April 17, 2024 |
| Ramayan Word Search: Indian Culture For Kids | Author | January 22, 2024 |
| Gita Word Search: Indian Culture For Kids | Author | December 03, 2023 |
| Sanatan Word Search: Indian Culture For Kids | Author | August 11, 2023 |
| Bansari Naad | Co-Author | December 03, 2022 |
| Naari Hai Narayani: Yatra Naryastu Pujyante | Co-Author | March 03, 2023 |



