Gujarati News (ગુજરાતી સમાચાર)Cultureકૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગાયત્રી જયંતી | गायत्री जयंती | શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Gayatri Jayanti 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

ગાયત્રી જયંતી

ગાયત્રી જયંતી હિંદુ ધર્મમાં એક પવિત્ર દિવસ છે, જે દેવી ગાયત્રીના અવતરણ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ જેઠ સુદ એકાદશી ના દિવસે આવે છે. ગાયત્રી દેવી, હિંદુ ધર્મમાં જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય અને આધ્યાત્મિકતા નું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. ગાયત્રી માતાનો ઉદ્ભવ માત્ર પૌરાણિક કથાઓમાં જ નહીં, પરંતુ ઋગ્વેદ જેવી પ્રાચીન ગ્રંથોમાં પણ આપવામાં આવ્યો છે. ગાયત્રી એક સંસ્કૃતિ, ધર્મ અને સાધનાનું કેન્દ્રસ્થાન છે.

“ગાયત્રી” શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે: “ગા” અર્થાત્ વાણી અથવા ગીત. “યત્રી” અર્થાત્ સુરક્ષિત કરનાર.તેનું અર્થ થાય છે:”જે વ્યક્તિના જીવનને જ્ઞાન અને મંત્ર દ્વારા સુરક્ષિત કરે છે.”

ગાયત્રીનો અવતાર બ્રહ્માજીના ઉપાસનામાં સહાયક બનવા માટે થયો હતો. દેવીઓમાં સરસ્વતીને જ્ઞાન અને કલા માટે માનવામાં આવે છે, પરંતુ ગાયત્રી એ જ્ઞાન અને ચૈતન્ય બંનેનું સ્વરૂપ છે.દેવી ગાયત્રીનો પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદના ઋષિએ અનુભવ્યું કે સમગ્ર બ્રહ્માંડનું મૂળ તત્વ પ્રકાશ, જ્ઞાન અને ચૈતન્ય છે, અને એ તત્વનું ધ્યાન કરવા માટે તેમણે ગાયત્રી મંત્રની રચના કરી. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું ત્યારે તેમને વિધિના ઉપદેશ માટે એક શક્તિની જરૂર પડી – ત્યારે ગાયત્રી દેવીનું અવતરણ થયું. કેટલાક શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે ગાયત્રી દેવી એ મહાપ્રકૃતિના અવતારરૂપા છે.

પૌરાણિક કથા

પૌરાણિક કથા મુજબ, પહેલે ગાયત્રી મંત્ર બ્રાહ્મણ ઋષિ વસિષ્ઠના અધિકાર હેઠળ હતો. વિશ્વામિત્ર એ ક્ષત્રિયથી બ્રહ્મર્ષિ બનવાની ઈચ્છા સાથે તપસ્યા કરી. જ્યારે તેમની તપસ્યા સફળ રહી, ત્યારે બ્રહ્માજીએ તેમને ગાયત્રી મંત્રની શક્તિ પ્રદાન કરી. ત્યારે જ વિશ્વામિત્ર દ્વારા ગાયત્રી મંત્ર જાહેર જનતાને અપાયો. ગાયત્રી દેવી એ માત્ર ઋષિ વિશ્વામિત્રની શક્તિ નહીં, પણ એક જીવંત શક્તિરૂપા દેવી છે. ગાયત્રી દેવી ચારેય વેદો ના સર્વતત્વોમાં સમર્પિત છે. તેથી તેઓ ચારેય વેદોની શિર્ષા એટલે વેદમાતા છે.

ગાયત્રી માતાની દેહકાંતિ સુવર્ણ જેવી તેજસ્વી છે. આ સ્વરૂપ ભય નાશક અને જ્ઞાન પદાર્થે પ્રેરક છે. તેમનો વાહન હંસ છે – જે વિવેક અને શુદ્ધતાનું પ્રતિક છે. તે પદ્માસન માં વિરાજે છે – ધ્યાનમગ્ન અવસ્થા, આંતરિક શાંતિનું પ્રતિક છે.

દેહમુખી

આસન  ગાયત્રી દેવીની પંચ મુખ પ્રતિમા ઘણી જગ્યા એ જોવા મળે છે જેમાં, દરેક મુખ એક દિશામાં છે. આ પાંચ મુખ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પંચમહાભૂતોના સંકેત છે. દેવી ગાયત્રી પંજમુખી છે, જેનો એક અર્થ એમ પણ થાય છે કે એ પાંચ પ્રકારની શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે: બ્રહ્મમુખ ¬ જ્ઞાન, ઋષિમુખ – ધ્યાન, દેવમુખ – કરુણા, યજ્ઞમુખ – તપસ્યા, અને શ્રીમુખ – વિદ્યા.

ગાયત્રી માતા પંચ મુખ સાથે દશ હાથ હોય છે જે દરેક હાથ એક પ્રતિક સાથે જોવા મળે છે જે દરેક પ્રતિક આપણને એક સંદેશ સમજાવે છે.

  • શંખ – સૃષ્ટિનો આરંભ. ધ્વનિ તત્વ. ઓમના નાદ સ્વરૂપનું પ્રતિક
  • ચક્ર – અધર્મનો નાશ અને સમય પર નિયંત્રણ. ચૈતન્યનું ગતિરૂપ
  • પદ્મ (કમળ) – શુદ્ધિ, વિક્રમ અને દિવ્યતા. જીવનમૂળ પવિત્રતા
  • કમંડળુ – શાંતિ અને સંયમ. તપસ્યાનો સંકેત
  • જપમાળા – સતત સાધના અને આત્મમાર્ક તરફ દોરી જતું સાધન
  • પુસ્તક (વેદગ્રંથ) – જ્ઞાન, વિદ્યાનું પ્રતિક. વેદોનો આધાર
  • ગદા – શક્તિ અને સ્થિરતા. અહંકારના દમનનું સાધન
  • ત્રિશૂલ – ત્રિગુણો (સત્ત્વ, રજ, તમ) પર વિજય. જીવનમાં સંતુલન
  • અંકુશ – ઈન્દ્રિય નિયંત્રણ. મન અને કામનાઓ પર નિયંત્રણ
  • કુંભ – સ્નેહ, પ્રસાદ, માતૃત્વ અને રક્ષાનું પ્રતિક
ગાયત્રી જયંતી | गायत्री जयंती | શુભ મુહુર્ત, પૂજા વિધિ, કથા | Gayatri Jayanti 2025 Date, Significance, Importance, Story | Best Stories About Culture

પૂજા વિધિ

ગાયત્રી જયંતી પર ખાસ કરીને બ્રાહ્મણો, વિદ્વાનો અને ધર્મપ્રેમીઓ ઉપવાસ રાખે છે. સમગ્ર દિવસ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. સવારમાં વહેલા ઉઠી, સ્નાન કરી પવિત્ર થઈ ગાયત્રી દેવીની મૂર્તિ કે ચિત્ર પાસે ઘીનો દીવો અને ધુપ કરી પૂજન કરે છે. ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરે છે. ગાયત્રી ચાલીસા અને સ્તોત્રોનું પઠન કરે છે. ઘણા ભક્તો દરરોજ 21 દિવસ સુધી ગાયત્રી મંત્રનો જાપ ચાલુ રાખે છે જેનાથી અદ્દભુત આધ્યાત્મિક લાભ મળે છે. તે દિવસે ભક્તો અન્ન, દાન અને જ્ઞાનનું વિતરણ પણ કરે છે.

દેવી ગાયત્રી હિંદુ ધર્મમાં નારી શક્તિ અને જ્ઞાનનું જીવંત પ્રતિબિંબ છે. તેમનો ઈતિહાસ માત્ર પૌરાણિક કથા સુધી સીમિત નથી, પરંતુ જીવનશૈલી, સાધના અને આધ્યાત્મિકતામાં સતત પ્રવાહી બની રહ્યો છે. ગાયત્રી જયંતી માત્ર એક ધાર્મિક દિવસ નથી, તે છે આધ્યાત્મિક ઊર્જાના પુનરજાગરણનો દિવસ છે. ગાયત્રી મંત્રનો જાપ મન, વાણી અને ક્રિયાને શુદ્ધ કરે છે. આજના આધુનિક યુગમાં, જ્યાં માનવ મન ચિંતા અને મૂંઝવણથી ભરેલું છે, ત્યાં ગાયત્રી મંત્ર શાંતિ અને આનંદનો સૂત્ર બની શકે છે.

ગાયત્રી મંત્ર:

ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं।
भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥


વધુ વાંચો


સુપરહિટ ભક્તિ ગીતો | Famous devotional songs, mantra, dhun

Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.






Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.