ક્લબફૂટ અવેરનેસ: ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રીએ ડૉ. કૃપેશની ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મના પોસ્ટરનું લોકાર્પણ કર્યું | Best of 2025

હાલમાં અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન ક્લબફૂટ અવેરનેસ માટે ‘મૈં ભી અર્જુન: પર્વ’ ફિલ્મ પર કાર્યરત છે, ત્યારે ગુજરાત યાત્રા પર નીકળેલા ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વના વૈશ્વિક એમ્બેસેડર કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર, ડૉ. પૂજા ઠક્કર, વિશ્વનો યંગેસ્ટ સિંગર અને ફિલ્મનો મુખ્ય કિરદાર પર્વ ઠક્કર અને યંગેસ્ટ કમ્પોઝર વાચા ઠક્કર, ગાંધીનગર ખાતે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પાસે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા.
અગાઉ પણ ગ્લોબલ ક્લબફુટ અવેરનેસ પર્વ અભિયાન અંતર્ગત વિશ્વ કલબફૂટ દિવસ નિમિતે ‘ધ ક્લબફૂટ વોરિયર’ આલ્બમના લોકાર્પણ વખતે પગમાં પ્લાસ્ટર સાથે બાળ પર્વ મળવા આવ્યો હતો. હવે તેને ફિલ્મ માટે દોડતા જોઈને મંત્રીશ્રી એ ‘બહાદુર બાળક’ કહી પર્વને પ્રશસ્તિ પત્ર આપ્યું અને તેના યોગદાનની સરાહના કરી. મુલાકાત બાદ કલાકારોએ અમદાવાદ ખાતે સેમિનાર યોજી જાહેર જનતાને આ બીમારી અને તેના નિદાનથી અવગત કરાવ્યા.
મંત્રીશ્રી એ ‘બહાદુર બાળક’ કહી પર્વને પ્રશસ્તિ પત્ર આપ્યું: ક્લબફૂટ અવેરનેસને વધાવ્યું

Also read this: GLCC Kutch Ambassador Parv Thacker honored by Gujarat’s Health Minister Rushikesh Patel
‘જીસીએપી’ અભિયાન અંતર્ગત લાખો લોકોને મળ્યું માર્ગદર્શન
ફિલ્મ વિશે વાત કરતાં દિગ્દર્શક ડૉ. કૃપેશ એ કહ્યું કે “ભારત સરકાર વર્ષોથી ક્લબફૂટ ક્ષતિની સારવાર કરી રહી છે, ત્યારે સંસ્થામાં પણ છેલ્લા સાત વર્ષમાં ‘જીસીએપી’ અભિયાન અંતર્ગત લોક જાગૃતિના 500 થી વધુ અવેરનેસ કેમ્પ અને ગૂંજે ગીતાના 100થી વધુ કાર્યક્રમો થયા છે. જેમાં લાખો લોકોને આ બીમારી અને સરકાર દ્વારા મળતી સહાય અંગે માર્ગદર્શન અપાયા છે.”
પર્વ એ કહ્યું ‘અર્જુન’ બનીને કામ કરવાની મજા આવે છે
ફિલ્મના મુખ્ય પાત્ર બાળ પર્વ એ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે ‘માતા-પિતાએ જીવનમાં અર્જુન અને રામ જેવા બનીને આગળ વધવા શીખવ્યું છે, ત્યારે ફિલ્મમાં પણ ‘અર્જુન’ બનીને કામ કરવાની મજા આવે છે.’ સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ જણાવ્યું કે “આ ફિલ્મ અને આ અભિયાન ‘પુત્રોહં પૃથિવ્યાઃ’ ના કેન્દ્રીય સનાતન વિચાર પર આધારિત છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ, ડૉ. પૂજા, વાચા અને પર્વ, ફિલ્મ નિર્માણ અને શુભેચ્છા મુલાકાતની ગુજરાત યાત્રા દરમિયાન પણ વિવિધ શહેરોમાં ગૂંજે ગીતા થકી ‘અર્જુન’ બનીને જનજાગૃતિનું કાર્ય અવિરતપણે કરી રહ્યા છે.
