Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગીતા જયંતીની તારીખ, મહત્વ, પૂજા વિધિ, શુભ મુહુર્ત, કથા અને રોચક તથ્યો | જાણો ગીતા મહાત્મય | Amazing facts about Bhagavad Gita | Gita Jayanti 2024 special

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

વિશ્વના ઇતિહાસમાં જન્મદિવસ ઉજવાતો હોય એવો એકમાત્ર ગ્રંથ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. જે દિવસે ભગવાનના શ્રી મુખેથી ગીતા મળી એ દિવસ છે માગસર સુદ એકાદશી જેને આપણે ગીતા જયંતી પર્વ કહીએ છીએ. જેમ ગીતા એક સનાતન ગ્રંથ છે અને વિશ્વના દરેક ખૂણે વ્યાપેલો છે એવી જ રીતે વિશ્વભરમાં વસતા ગીત પ્રેમી લોકો આ પર્વને ભાવપૂર્વક ઉજવે છે. આજે પર્વની પાઠશાળામાં ગીતા જયંતી નિમિત્તે આપણે તેની મહિમા, કથા અને રોચક તથ્યો જાણીશું.

Gita Jayanti Wishes, Quote, Message, Photo શ્રીમદ્ ભગવદ ગીતા જયંતી ફોટો, श्रीमद भगवद गीता जयंती फोटो

ગીતા જયંતી તારીખ અને મહત્વ

ગીતા જયંતી માગશર સુદ એકાદશીએ ઉજવાય છે. જે આ વર્ષે ૧૧ ડિસેમ્બરે આવે છે. આપણા પુરાણોએ એકાદશીનો મહિમા તો ગાયો જ છે. પરંતુ જે એકાદશી એ માનવ જગતને ગીતા મળી એ તિથિને ‘મોક્ષદા એકાદશી’ કહેવાય છે. માટે ફક્ત હિન્દુ જ નહીં કોઈ પણ ધર્મના લોકો જેને ગીતા પ્રિય છે એ મોક્ષદા એકાદશી વ્રત દ્વારા તેમજ વિવિધ કાર્યો થકી ગીતા જયંતી ઉજવે છે. કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી મૃત પિતૃઓને મુક્તિ મળે છે. ઉપરાંત મુમુક્ષુ લોકોને પણ મોક્ષ મળે છે. ખાસ આ દિવસે ગીતા માતાની આરાધના કરતા મન અને જીવનમાં સતકર્મ, ભક્તિ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ મન અને બુદ્ધિમાં નિવાસ કરે છે જેથી વ્યક્તિ સત્વરે અધ્યાત્મિક ઉન્નતિ પામે છે.

ભગવાન એ સ્વયં ગીતામાં કહ્યું છે કે ‘સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ।। અર્થાત્ ‘સઘળા ધર્મોને એટલે કે સઘળાં કર્તવ્ય-કર્મોને મારામાં ત્યજીને, તું કેવળ એકમાત્ર મુજ શરણે આવી જા; હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ, તું શોક ન કર.’ એકતરફ ભગવાને સાતસો શ્લોકોમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ભેળવી મોક્ષ પીરસ્યું છે તો બીજી તરફ આપ્યું છે મોક્ષદા એકાદશીનું મહાત્મય. 

ગીતા જયંતી પૂજા વિધિ

આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન અને શુદ્ધિથી પરવારી યોગ અને ધ્યાન કરવું જોઈએ. મંદિરમાં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ સમક્ષ ગીતાજી ધરી કંકુ, ચોખા પુષ્પથી વધાવવી. ધૂપ દીપ સાથે ગીતાજીના અધ્યાયોનું પારાયણ કરવું. જો બધા જ શક્ય ન હોય તો ફક્ત બારમો અધ્યાય ‘ભક્તિયોગ’ કે પંદરમો અધ્યાય ‘પુરુષોત્તમયોગ’ પણ વાંચી કે ગાઈ શકાય. ગીતાજી ની સ્તુતિ અને આરતી કરવી. તેમજ આખો દિવસ વ્રત કે ઉપવાસ કરવો. આ ઉપરાંત ગીતાજીમાં કહ્યા મુજબ નિષ્કામ ભાવે દાન, ધર્મ કે સેવાના કાર્ય કરવા અને ફળની આશા રાખવી નહીં. જાણે અજાણે થયેલા અકર્મો માટે ભગવાન પાસે ક્ષમા માંગવી તથા હવે પછી એવું ન થાય એ સંકલ્પ પણ લઈ શકાય.

ગીતા જયંતીની પ્રવૃતિઓ

આપણી આસપાસ કોઈ પણ લોકો કે સંસ્થાઓ દ્વારા ભગવદ્ કાર્યો થતા હોય તો તેમાં જોડાઈને પણ ભગવાનની પ્રસન્નતા મેળવી શકાય. હવે તો એવા અનેક સંસ્થાનો છે જે ગીતા જયંતી નિમિત્તે ગીતા પ્રવચન, કથા, સેમિનાર, ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા તથા સત્સંગ અને ગૂંજે ગીતા જેવા આયોજનો થકી ગીતા અધ્યાયોના પારાયણ કરતા હોય છે. એવી પ્રવૃતિઓમાં જોડાઈને આપણે ગીતા જયંતી પર્વનો લાભ લઈ શકીએ છીએ.


ગીતા જયંતી પર્વ ૨૦૨૪ માં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો.


ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા

આપણે બધા પોતના જીવનમાં પોતાની જવાબદારીઓને લઈને વ્યસ્ત હોઈએ છીએ. પછી એ ઘર, રસોડુ કે પરિવારની હોય કે નોકરી અને ધંધાની, બધી પડોજણ પાછળ આપણે પોતાના માટે સમય નથી કાઢી શકતા. એવામાં જ્યારે જીવનમાં પ્રશ્નો આવે છે ત્યારે આપણે મૂંઝાઈ જઈએ છીએ. જ્યારે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાને આપણા બધા જ પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે જે છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા!’ માટે અસંખ્ય જવાબદારીઓ વચ્ચે એક સમય પોતાના માટે કાઢીને ગીતા વાંચી શકાય એ ઉદેશ્યથી ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ ગુરુકુલ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ નું આયોજન કરે છે. જેમાં ગીતા માંથી જોઈને, શોધીને સરળ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.


આ પરીક્ષામાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો: ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા


ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ કોર્સ

ભગવદ્ ગીતામાં રહેલા કર્મ, જ્ઞાન અને ભક્તિના માર્ગને અનુસરવાના વ્યાવહારિક ઉપયોગ થકી જીવનમાં સર્વાંગી વિકાસ કેળવવા અને સફળતા મેળવવા પર આધારિત ‘ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ’ કૌશલ્ય વર્ધક કોર્સનું નિર્માણ ગીતકાર, સંગીતકાર, ફિલ્મ નિર્માતા અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. જે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સૈદ્ધાંતિક મંજૂરી સાથે કૃપ ગુરુકુલ ખાતે ઉપલબ્ધ છે. આ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સમાં બારમી પાસ કોઈ પણ વ્યક્તિ ભાગ લઈને તાલીમ મેળવી શકે છે.


આ કોર્સમાં નામ નોંધાવવા અહીં કિલક કરો: ભગવદ્ ગીતા ફોર લાઈફ મેનેજમેન્ટ


ભગવદ્ ગીતાના રોચક તથ્યો!

ગીતા જયંતીની મહિમા અને લોક વ્યવહાર જાણ્યા બાદ વાત કરીએ ગીતા વિષયક એવા રોચક તથ્યોની જેનાથી ઘણા લોકો અજાણ છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ એટલે ‘શ્રી ભગવાનનું ગીત’! હા ગીતા ફક્ત એક ગ્રંથ નથી પરંતુ ભગવાનનું ગીત છે. શ્લોકબદ્ધ રચના છે. ઉપરાંત ગીતા એવો ગ્રંથ છે જે શ્રુતિ અને સ્મૃતિ બંને વિભાગમાં આવે છે. કારણ કે ભગવાને સ્વયં મુખેથી કહ્યું છે અને અર્જુન એ સાંભળ્યું છે. ભગવાન પાસેથી સાંભળ્યું હોવાથી તેને ‘ગીતોપનિષદ’ પણ કહેવાય છે. એમાં પણ ગીતામાં ૧૦૮ ઉપનિષદો માં ના દસ મૂળ ઉપનિષદોનો સાર તો ખરો જ! ભગવદ્ ગીતામાં કુલ ૭૦૦ શ્લોક છે, જેમાંથી ભગવાને ૫૭૪, અર્જુન એ ૮૪, સંજયએ ૪૧ અને ધૃતરાષ્ટ્ર એ ૧ શ્લોક કહ્યો છે.

ગીતામાં કુલ ૧૮ અધ્યાય છે જેમાંથી પહેલા છ અધ્યાયમાં કર્મ, પછીના છ અધ્યાયમાં જ્ઞાન અને છેલ્લા છ અધ્યાયમાં ભક્તિની વાત થઈ છે. ભગવદ્ ગીતા એવો બહુઆયામી ગ્રંથ છે જેને સમજવાથી જ્ઞાન, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર, ન્યાય અને નીતિશાસ્ત્ર ઉપરાંત રોજબરોજની વ્યાવહારિક સમસ્યાઓથી લઈને સંબંધો, ધંધો કે રોજગાર, વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર, પરિવાર અને સમાજ કલ્યાણથી કરીને દેશ અને રાજકારણ એમ બધા જ ક્ષેત્રની સમસ્યાઓનો સમાધાન મળી શકે છે.

ગીતા જયંતીની કથા

જો શ્રીમદ્ ભગવદ્ ગીતાની કથાની વાત કરીએ તો મહાભારત મહાકાવ્યની આ વાત છે. કૌરવો અને પાંડવો મધ્યે થયેલ અનીતિ, અન્યાય અને અધર્મને પરિણામે જ્યારે એક જ વિશાળ પરિવાર વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ. એક તરફ કૌરવો અને બીજી તરફ પાંડવો હતા ત્યાં યુદ્ધના શંખનાદ થયા. સૌ કોઈ આ પરિસ્થિતિ માટે તૈયાર હતા સિવાય અર્જુન! નજર સામે ભાઈઓ, ગુરુજનો અને પરિવારને જોઈ તેને વિષાદ થયો કે પોતાના જ પરિવાર સામે કેમ લડવું? એવો પ્રશ્ન અર્જુન એ કૃષ્ણને કર્યો.

ત્યારે સારથિ બનેલા કૃષ્ણએ સૌ પ્રથમ કર્મ શું છે અને કેમ કરવું જોઈએ એ સમજાવ્યું. ત્યારબાદ જ્ઞાન અને વિજ્ઞાનની સમજ આપી. કૃષ્ણની અસિમતનો ખ્યાલ આવતા જ્યારે અર્જુનએ તેમનું મૂળ સ્વરૂપ જોવાની કામના કરી ત્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિ અને વિરાટ રૂપ દર્શન આપ્યું. ભગવાનના મૂળરૂપ થી અવગત થયા બાદ કૃષ્ણએ ભક્તિ અને મુક્તિની વ્યાખ્યાઓ આપી. આમ કર્મ, જ્ઞાન અને ભક્તિ માર્ગ સાથે અર્જુન અને સમસ્ત સંસારને માગસર સુદ અગિયારસને દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતા મળી.    


RELATED READS

1. Gita Mahotsav wishes: Happy Gita Jayanti 2024 quotes, messages, greetings, SMS, Facebook & WhatsApp Status to share
2. Happy Gita Jayanti images, wishes, greetings, poster: Gita Mahotsav 2024 quotes, SMS, WhatsApp & Facebook messages
3. Happy Gita Jayanti wishes WhatsApp status: Gita Mahotsav 2024 messages, quotes, greetings
4. Gita Jayanti (Gita Mahotsav) 2024: Know Date, Time, Tithi, Shubh Muhurat, Significance, Quotes and More


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧૨: ભકિત યોગ | Bhagavad Gita Adhyay 12: Bhakti Yog

Here is the Bhagavad Gita Chapter 12 by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.


All about Shrimad Bhagavad Gita | Facts, Importance, History, Teachings, Life Lessons




Gunje Gita Ambassadors | ભગવદ્ ગીતા એમ્બેસેડર


FAQs for Gita Jayanti 2024

ગીતા જયંતી ક્યારે છે?

ગીતા જયંતી માગશર સુદ એકાદશીએ હોય છે. વર્ષ ૨૦૨૪ મી તે ૧૧ મી ડિસેમ્બરે આવે છે.

ગીતા જયંતીએ શું કરવું?

આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન અને શુદ્ધિથી પરવારી યોગ અને ધ્યાન કરવું જોઈએ. મંદિરમાં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ સમક્ષ ગીતાજી ધરી કંકુ, ચોખા પુષ્પથી વધાવવી. ધૂપ દીપ સાથે ગીતાજીના અધ્યાયોનું પારાયણ કરવું. જો બધા જ શક્ય ન હોય તો ફક્ત બારમો અધ્યાય ‘ભક્તિયોગ’ કે પંદરમો અધ્યાય ‘પુરુષોત્તમયોગ’ પણ વાંચી કે ગાઈ શકાય. ગીતાજી ની સ્તુતિ અને આરતી કરવી. તેમજ આખો દિવસ વ્રત કે ઉપવાસ કરવો.

ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે?

ભગવદ્ ગીતામાં કુલ ૭૦૦ શ્લોક છે.

ભગવદ્ ગીતામાં કોણે કેટલા શ્લોક કહ્યા છે?

ભગવદ્ ગીતામાં કુલ ૭૦૦ શ્લોક છે, જેમાંથી ભગવાને ૫૭૪, અર્જુન એ ૮૪, સંજયએ ૪૧ અને ધૃતરાષ્ટ્ર એ ૧ શ્લોક કહ્યો છે.

ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં કર્મની વાત છે?

ભગવદ્ ગીતાના પ્રથમ છ અધ્યાયોમાં કર્મની વાત થઈ છે.

ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં જ્ઞાનની વાત છે?

ભગવદ્ ગીતાના સાતથી અગિયાર અધ્યાયોમાં જ્ઞાનની વાત થઈ છે.

ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં ભક્તિની વાત છે?

ભગવદ્ ગીતાના બારમાં અધ્યાય થી અઢારમાં અધ્યાય સુધી ભક્તિની વાત થઈ છે.

મોક્ષદા એકાદશી ક્યારે છે?

મોક્ષદા એકાદશી એ ગીતા જયંતી એટલે કે માગશર સુદ અગિયારસના હોય છે. વર્ષ ૨૦૨૪ માં તે અગિયાર ડિસેમ્બરે આવે છે.

મોક્ષદા એકાદશીના શું કરવું?

આ દિવસે વ્રત કરવાથી મૃત પિતૃઓને મુક્તિ મળે છે. ઉપરાંત મુમુક્ષુ લોકોને પણ મોક્ષ મળે છે. ખાસ આ દિવસે ગીતા માતાની આરાધના કરતા મન અને જીવનમાં સતકર્મ, ભક્તિ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ મન અને બુદ્ધિમાં નિવાસ કરે છે જેથી વ્યક્તિ સત્વરે અધ્યાત્મિક ઉન્નતિ પામે છે.

ભગવદ્ ગીતા શું છે?

‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ એટલે ‘શ્રી ભગવાનનું ગીત’! ગીતા ફક્ત એક ગ્રંથ નથી પરંતુ ભગવાનનું ગીત છે. શ્લોકબદ્ધ રચના છે. ઉપરાંત ગીતા એવો ગ્રંથ છે જે શ્રુતિ અને સ્મૃતિ બંને વિભાગમાં આવે છે. કારણ કે ભગવાન કૃષ્ણએ સ્વયં મુખેથી કહ્યું છે અને અર્જુન એ સાંભળ્યું છે. ભગવાન પાસેથી સાંભળ્યું હોવાથી તેને ‘ગીતોપનિષદ’ પણ કહેવાય છે.


ગીતા જયંતી વિષે વધુ વાંચો


Table of Contents

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.