ચલો રામ બને કાર્યશાળા સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની કચ્છના વિવિધ સ્થળોએ થઈ ઉજવણી | Best of Chalo Ram Bane Workshop 2025
ચલો રામ બને કાર્યશાળા: હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, પર્વ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ દ્વારા ચલો રામ બને કાર્યશાળાનું અંજારના કૃપ ગુરુકુલ ખાતે આયોજન થયું. જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી શરૂ થયેલા આ પ્રોજેક્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ એ ભાગ લીધો અને ગીતકાર, સંગીતકાર અને શિક્ષણવિદ્ ડૉ. કૃપેશ ઠક્કર તથા ફિલ્મ નિર્માતા અને ગુરુકુલની આચાર્યા ડૉ. પૂજા ઠક્કરના નેતૃત્વ હેઠળ ભગવાન રામના ચરિત્ર અધ્યયન સાથે એકાગ્રતા, નિયંત્રણ અને નેતૃત્વ જેવા ગુણો કેળવવાની તાલીમ મેળવી.
Read More